Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લીજિલ્લાના સાલમબાપુના પહાડીયા ગામે આશાસ્પદ યુવાન કાદાવમાં લપસતા પાણીમાં ગરકાવ થતા થયું મૃત્યુ

0 86

અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું. યુવાન પર ઘરની સંપૂર્ણ જવાબદારી હતી. પોતે અભ્યાસની સાથે સાથે ઘરકામ અને અન્ય છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા યુવાનની ઉંમર આશરે 21 વર્ષ અને નામે બારીયા વિજયકુમાર નાનાભાઈ હતું.નિત્યક્રમ પ્રમાણે રોજ સવારે ચાર વાગે જાગી છ વાગ્યાં સુધી પરીક્ષાઓની તૈયારી કરતો ત્યાર બાદ યુવાન સવારમાં રીક્ષા ચલાવી દિવસના પૈસા કમાઈ લેતો ત્યાર બાદ કોલેજ મા જતો યુવાન ભણવામાં પણ ખુબ જ તેજસ્વી યુવાન માલપુર તાલુકાના સાલમ બાપુના પહાડીયા ગામનો વતની હતો. દેશની રક્ષા કરવા આર્મી મા જવું એનું સપનું હતું. જેના માટે યુવાન રોજ સાંજે છ થી આઠ વાગ્યાં સુધી દોડવાની પ્રેક્ટિસ અને કસરત કરતો હતો પરંતુ કોણ જાણતું કે એના સપના માત્ર સપના જ બની રહેવાના હતા. રવિવાર ના દિવસે રજા હોવાથી યુવાન રોજના ક્રમ પ્રમાણે વહેલા ચાર વાગે જાગ્યા બાદ પરીક્ષાઓની તૈયારી કરી અને રજા હોવાથી યુવાનની માતાએ કહ્યું કે આજે રવિવાર છે to થોડી વાર પશુ ચરાવી આવ ત્યારે માતાનો માનીતો દીકરો પશુ ચરાવવા જાય છે પણ કોણ જાણતું કે આ એનો અંતિમ રવિવાર હતો. યુવાન પશુ ચરાવવા જાય છે ત્યાં નદી નો કિનારો આવેલ છે. ભેંસો નદીમાં જતા યુવાન નદી કિનારે રહી બહાર કાઢવા કિનારે રહી હંકારે છે એ દરમિયાન કદાવમાં યુવાનનો પગ લપસતા યુવાન પાણીમાં ગરકાવ થઇ જાય છે. ત્યાં અન્ય ગોવાળ પણ પશુ ચરાવવા આવેલ હતા પણ એમાંથી એક પણ ગોવાળ ને તરતા આવડતું ન હતું. જોત જોતામાં યુવાન ના સપના ની સાથે સાથે યુવાન પણ એક સપનું બની ને રહી ગયો. આજે માત-પિતાનો એક નો એક લાડકવાયો યુવાન પાણી મા ઘરકાવ થઇ જતા ઘર અને કુટુંબ મા માતમ છવાઈ ગયો હતો.

Leave A Reply

Your email address will not be published.