Publisher Theme
I’m a gamer, always have been.

ગટરો ઉભરાતા રોસે ભરાયેલી જનતા નગરપાલિકા ખાતે પહોંચી રજૂઆત કરી

0 125

ધાનેરામાં જાહેર ગટરોના પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જતા રોષે ભરાયેલી જનતા ઉગ્ર રજૂઆત કરવા નગરપાલિકા ખાતે પહોંચી હતી પરંતુ સત્તાધીશોની ખુરશીઓ ખાલી જોવા મળતા મહિલાઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. ધાનેરા વાલ્મિકી વાસમાં રહેતી મહિલાઓના ઘર સુધી ગટરોના પાણી પહોંચી જતા મહિલાઓ ત્રાહિમામ પોકારી ઊઠે છે ત્યારે આજે રોષે ભરાયેલી મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી છે. ત્યાં કોઈ સત્તાધીસ હાજર જોવા મળ્યા ન હતા અને ખુરશીઓ ખાલી જોવા મળતા મહિલાઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. વાત કરવા પહોંચેલી મહિલાઓ નગરપાલિકા આગળ જ બેસી ગઈ હતી અને જ્યાં સુધી તેમની રજૂઆત કોઈ ન સાંભળે ત્યાં સુધી ઘરે પરત ન જવાનો નિર્ણય લીધો હતો. કલાકો સુધી મહિલાઓ ત્યાં બેસી રહી હતી પરંતુ પાલિકાના કોઈ જ સત્તાધિશો આવ્યા ન હતા જેથી મહિલાઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉભરાતી ગટરોને લઈ ધાનેરા વાસીઓ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરોનો નિરાકરણ લાવવામાં આવે

Leave A Reply

Your email address will not be published.