Publisher Theme
I’m a gamer, always have been.

સમરવાડામાં વહોળા માંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળ્યો

0 74

વરસાદી માહોલ વચ્ચે ધાનેરાના સમરવાડાના વહોળા માંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ નજરે પડતા ચકચાર મચી જવા પામી છે. વહોળામાં બાળકને જોઈ આજુબાજુના ટોળા ઉમટી પડ્યા હતા . સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત તાજા જન્મેલા બાળકનું મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. જેમાં થોડા દિવસ અગાઉ દાંતીવાડા તાલુકામાંથી એક ભ્રુણ રસ્તા વચ્ચે મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ભ્રુણ ને લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે સવારે ધાનેરાના સમરવાડા વહોલા માંથી એકતા તુ જન્મેલું બાળક નજરે પડતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે વહોળામાંથી બાળક મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી બાળકના મૃતદેહ નો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.