ધાનેરા-થાવર રોડ પાસે ગેરકાયદેસર સાદી રેતી વાહન કરતાં ચાર ડમ્પરને ઝડપી પાડ્યા, એક કરોડનો મુદ્દામાલ સીઝ
બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી ઝડપવામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આજે ધાનેરા થાવર રોડ પાસે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર સાદી રે વહન કરતાં ચાર ડમ્પરને ઝડપીને એક કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
ધાનેરા પોલીસ માતા કે ફરિયાદ દાખલ
ખાણ ખનીજ વિભાગે ખાનગી રહે આકસ્મિક તપાસ હાથ ધરતા ધાનેરા થાવર રોડ પાસે ગેરકાયદેસર સાદી રેતી વહન કરતાં ચાર ડમ્ફર જેના નંબર
1.GJ08AU6198
2.RJ04GB2919
3.RJ15GA6883
4.RJ04GC0122
ને રોકાવી પૂછપરછ કરતા રોયલ્ટી પરમિટ વગર સાદી રેતી વહન કરતા હતા. જેથી તેને ઝડપી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા. તેમજ RJ04GC0057 જે વાહન ચાલક ડમ્પર ખાલી કરી ભાગી ગયો હોવાથી તેની સામે પણ ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
ભુ-માફિયાઓમાં ફફડાટ ફેલાયો
ભૂસ્તર વિભાગે ચાર વાહન તેમજ ખનીજ મળી રૂપિયા એક કરોડના મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત 10.50 લાખની દંડકીય રકમની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, બનાસકાંઠાની તપાસ ટીમ દ્વારા નવા નવા સમગ્ર જિલ્લામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. તપાસ ટીમ દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન સર્વેલન્સ દ્વારા તેમજ પ્રાઇવેટ વાહન મારફતે, ખનીજ ચોરી અટકાવવા દિવસ રાત તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેને લઈ ભૂ-માફિયાઓમાં ફફડા ફેલાયો છે