Publisher Theme
I’m a gamer, always have been.

પાંથાવાડા થી થરાદ જઈ રહેલી કાર ચાલકે કાબૂ ગુમાવતા થાંભલાને અથડાઈ ખેતરમાં પડી

0 388

થરાદ તાલુકાના મલુપુર ખાતે રહેતા શિવરામભાઈ પટેલ પોતાની કાર નંબર જીજે17એએચ7322 લઈને તેમના જ ગામના ચાર લોકોને લઈ દાંતીવાડા ના પાથાવાડા નજીક આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે રવિવારે દર્શને આવ્યા હતા. તેઓ સવારના 11:00 વાગ્યાની આસપાસ ગંગેશ્વર થી નીકળી તેમના ઘરે જઈ રહ્યા હતા.ત્યારે દાંતીવાડા ના વાછડાલ ગામે કારના ચાલકે કાબૂ ગુમાવતા હાઈવે ઉપર આવેલ થાંભલા સાથે કાર ટકરાઈ ખેતરમાં ફેન્સીંગ વાડ કરેલા થાંભલા તોડી ખેતરમાં ખાબકતા કારનું ટાયર ફાટી ગયું હતું. ચાલક શિવરામભાઇ ને છાતીના ભાગે ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ગાડીમાં બેઠેલા અન્ય ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો અને ગાડીના ભુક્કા ઉડી ગયા હતા. ગાડીની થાંભલા સાથે ટક્કર એટલી ભયાનક થઈ હતી કે ધડાકા નો અવાજ એક કિલોમીટર સુધી સંભળાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. વાછરાળ બસ સ્ટેન્ડ નજીક બમ્પ ન હોવાના કારણે આવા અકસ્માત ઘણી વખત સર્જાય છે.

Leave A Reply

Your email address will not be published.