ધાનેરા તાલુકાની માલોત્રા અનુપમ પ્રાથમિક શાળાના બાળકોને શાળા સુધી પહોંચવા માટે ચાર કિમી કે તેથી વધુ અંતર કાપવું પડી રહ્યું છે. ત્યારે આવા બાળકોને ટ્રાન્સપોર્ટ સુવિધા ના ભાગરૂપે બાળક દીઠ રૂ.૪૫૦ પ્રતિ માસ લેખે ૧૦માસ માટે રૂ.૪૫૦૦ શાળા વ્યવસ્થાપન સમિતિને ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં આજે ગામડામાં આવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેનાથી બાળકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ધાનેરા તાલુકા ની માલોતરા અનુપમ શાળામાં એક કિલોમીટર નહીં પણ ચાર કિલોમીટર કરતાં પણ વધુ દૂર અંતરે વિસ્તારમાંથી બાળકો પગે ચાલીને અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. આ સિવાય માલોતરા ગામ થી શેરા ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર ભોકન તળાવ વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર માલોતરા ગામ થી ચાર કિલોમીટર અંતરે આવેલો છે. આ વિસ્તારમાંથી ૫૦ જેટલા બાળકો ચાર કિલોમીટરનું અંતર સવારે અને સાંજે કાપી શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં ધો.૧થી૧૦ સુધીના બાળકો છે. જેઓને સવારે શાળાએ આવવાનું હોય કે પછી શાળા સમય બાદ ઘરે જવાનું હોય ચાલીને જવું પડે છે. ક્યારે બાળકોના માતા-પિતા સરકારમાં ચાલી રહેલી ટ્રાન્સપોર્ટ સુવિધા ની માંગ કરી રહ્યા છે.ગમે તે ઋતુમાં પદયાત્રા તો કરવાની રહે છે
આ સિવાય શિયાળામાં બાળકોને ઘરે પહોંચતા અંધારું થઈ જાય છે આ સિવાય નાના બાળકો ચાર કિલોમીટર સુધી ચાલીને જતા થાકી પણ જતા હોય છે આમ ઉનાળાની ગરમી અને ચોમાસા ઋતુમાં પડતો વરસાદ બાળકોને હેરાન કરતો હોય છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે માલોતરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દેવજીભાઈ એક સાથે 50 જેટલા બાળકો રોજનું આવવા જવાનું 8 કિલોમીટર અંતર કાપી રહ્યા છે તો આજ દિન સુધી ટ્રાન્સપોર્ટ સુવિધા કેમ ન અપાઈ ત્યારે તેઓએ જણાવેલ કે તપાસ કરાવીશું.