દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જવાના માર્ગ પર ભરાયું પાણી..
દાંતા વિસ્તારમાં પડેલા વરસાદના પગલે દાંતા સિવિલ આગળ કાદવ કિચડ જોવા મળ્યો…
સિવિલમાં જવર આવક કરતા દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો…
ગર્ભવતી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો..

આવી પરિસ્થિતિમાં જો કોઈ મહિલાનો પગ લપસે તો મહિલા અને ગર્ભમાં રહેલ બાળકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ…
આખા ગામનું પાણી સિવિલ હોસ્પિટલ આગળ આવતું હોવાની રાવ…
અવારનવાર આવી વિકટ પરિસ્થિતિ સર્જાતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી…
શું તંત્ર કોઈ મોટી ઘટના સર્જાય તેની રાહ જોઈ બેઠું છે કે કેમ તે વિચારવાની બાબત..
વરસાદની સિઝનની શરૂઆતની સાથે જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બહાર પાણી ભરાવાનો સિલસિલો થયો શરૂ…
સિવિલ હોસ્પિટલમાં જતા દર્દીઓ પાણી અને આવા કાદવ કીચડમાં થઈ પસાર થવા બન્યા મજબૂર…
દાંતા વિસ્તારમાં પડેલા વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી…
ચોમાસા સિઝનમાં દાંતાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ પાણી ભરાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે…
જ્યારે દાતા વિસ્તારમાં 24 કલાકમાં 72mm વરસાદ ખાબક્યો..