મીડિયા કન્વીનર તેમજ ઈ.સી સભ્ય શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના ડો. અજય સોની જણાવે છે કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે તારીખ 04/07/2022 ના સોમવારના રોજ કોમર્સ વિભાગની માનનીય કુલપતિ શ્રી ડો. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ, કુલ સચિવ શ્રી ડો. અનિલ સોલંકી સાહેબ તેમજ ઇ.સી સભ્ય તેમજ કોમર્સ વિભાગના કો-ઓડીનેટર ડો. અજય સોની સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી ના સંશોધકો માટે સંશોધન સલાહકાર સમિતિએ કોમર્સ વિભાગમાં પી.એચ.ડી કરતા સંશોધકો સેમિસ્ટર 1, સેમિસ્ટર – 3, સેમિસ્ટર- 5 માટે કરેલા સંશોધકો વર્ષ દરમિયાન કેટલા સંશોધનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું,

જેમાં સંશોધક સલાહકાર સમિતિમાં ઉપસ્થિત નિષ્ણાંત ડો. શૈલેષ રાણસરિયા સાહેબે અને ડો. અશ્વિનકુમાર સોલંકી સાહેબે દરેક સંશોધકને પોતાના ગાઈડ ની હાજરીમાં જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. આ સમિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિષ્ણાંત તરીકે ડો. શૈલેષ રાણસરિયા સાહેબ, ડો. અશ્વિન સોલંકી સાહેબ, ડો. અજય સોની તેમજ ગાઈડ તરીકે ડો. મોરડીયા સાહેબ, ડો. દિલીપ ઠાકોર સાહેબ, ડો. પુરાણી સાહેબ, ડો. મહેશ રાઠવા સાહેબ, ડો. સ્નેહાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના ડો. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે દરેક સંશોધક ને ખૂબ જ મહેનત કરવાનું તેમજ નવું સંશોધન કરીને સમાજમાં પોતાનું યોગ્ય ફાળો આપે તેમજ યુનિવર્સિટીની નામના વધે તે માટે શુભેચ્છા પણ પાઠવી હતી. તેમજ ડો. અજય સોનીએ સંશોધન કરે તે પરિશ્રમ એ જ પારસમણી છે વધુ સમય ગાઈડને પ્રશ્નોત્તરી કરીને તમારા પ્રશ્નોનું સમાધાન કરો અને તમારી કારકિર્દીના અભ્યાસ આગળ વધે તેવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.