ત્રણ વર્ષ થી શાળા મા ગણિત-વિજ્ઞાન ના શિક્ષક નથી
ધાનેરા ના સરાલ ગામની પ્રાથમિક શાળામાં ત્રણેક વર્ષ થી જે ગણિત વિજ્ઞાન ના શિક્ષક હતો તેને એસ.આઇ. મા લેવા મા આવતા આ જગ્યા પર કોઈ શિક્ષક ને મૂકવા મા આવ્યો નથી અને જગ્યા પણ ભરેલી હોવાથી બીજા શિક્ષક ની નિમણુક થતી નથી. આ બાબતે અવારનવાર વાલીઓ દ્વારા પણ આચાર્ય ને મીટીંગ મા પણ કહેવા છતા આ બાબતે કોઇ નિર્ણય ના આવતા 25જૂન ના રોજ શાળા માં પ્રવેશોત્સવ હોવાથી ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ નો બહિષ્કાર કરવામાં આવનાર છે અને તેજ દિવસે ગ્રામજનો દ્વારા શાળા ને તાળા બંધી કરાશે.
આ અંગે વિરમાભાઈ પટેલ(વાલી) એ જણાવ્યું હતુ કે શાળા માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક ના હોવાથી બાળકો ને કંઈ આવડતું નથી તેમજ રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર ની ઊંઘ ઊડતી નથી જ્યાં સુધી શિક્ષક નહિ આવે ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવશે. આ અંગે આચાર્ય ગિરધનભાઇ પટેલે જણાવ્યું કે અવાર નવાર ઉપરી રજૂઆત કરી છે.