Publisher Theme
I’m a gamer, always have been.

રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા અન્વયે કેન્દ્ર અને રાજયની પુરવઠા મોનીટરીંગ ટીમે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

0 15

રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-ર૦૧૩ અંતર્ગત લાભાર્થીઓને વ્યાજબી ભાવે અનાજ આપી અન્ન સલામતિ પુરી પાડવામાં આવે છે. ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-ર૦૧૩ અંતર્ગત સહવર્તી મૂલ્યાંકન કરવાનું ઠરાવેલ છે. જે અનુસંધાને ગુજરાત રાજય માટેના મોનીટરીંગ ઇન્સ્ટીટયુટ તરીકે Centre For Development Communication & Studies, જયપુર રાજસ્થાનના ર્ડા. ઉપેન્દ્ર કે. સિંઘની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલી છે.
જે અનુસંધાને ર્ડા. ઉપેન્દ્ર કે. સિંઘ અને તેમની ટીમ, નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગરની ટીમે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અઘિકારીશ્રી આર.કે.પટેલ તથા તેમની ટીમને સાથે રાખી ગઇકાલ તા. ૮ જૂન- ૨૦૨૨ અને આજે તા.૯ જૂન-૨૦૨૨ના રોજ દાંતીવાડા તથા પાલનપુરની વ્યાજબી ભાવની દુકાનોની મુલાકાત કરી ગ્રાહકોના પ્રતિભાવો મેળવી કામગીરી બાબતે સંતોષ વ્યકત કર્યો હતો. દુકાનો ઉપરાંત ગુજરાત નાગરિક પુરવઠા નિગમના દાંતીવાડા તથા દાંતા ખાતે આવેલ ગોડાઉનની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

Leave A Reply

Your email address will not be published.