Publisher Theme
I’m a gamer, always have been.

માનવીય અભિગમ રાખીને સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી લોકોને મદદરૂપ બનીએ:સાંસદશ્રી પરબતભાઇ પટેલ

0 5

પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્યશ્રી પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-૨૦૨૨-૨૩ના ૩૧ મે-૨૦૨૨ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે બેઠકમાં જણાવ્યું કે, માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી લોકોને મદદરૂપ બનીએ. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત અમલીકરણ કચેરીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો લાભ વંચિત અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ. કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાઓ સહિતની યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો-યમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), ડીજીટલ ઇન્ડીયા, સોઇલ હેલ્થ કાર્ડ સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેકઠમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.