Publisher Theme
I’m a gamer, always have been.

મોરવા હડફ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ગામડું બેઠકને ભવ્ય પ્રતિસાદ
125 મોરવા હડફ વિધાનસભા માં ” ઝાડુ “ની લહેર

0 16

આજ રોજ મોરવાહડફ વિધાનસભામાં ગામડું બેઠક અંતર્ગત ગાજીપુર, સરસવા, ચોપડા બુઝર્ગ અને મોટીરેલ ગામે જિલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ, પ્રભારી શ્રી નૈષધભાઈ બારીયા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ બેઠક ગાજીપુર મુકામે રમણભાઈ બારીયા ના નિવાસ્થાને કરવામાં આવી હતી. આ બેઠકમાંથી ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો અને યુવાનો તથા વડીલો મળી 150 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ગામમાંથી આવેલી સૌ જનતાએ વર્તમાન ભાજપ સરકાર ઉપર ફિટકાર વરસાવી હતી. અને બહેનોએ મફત બાટલા પધરાવી દઇ પાછળથી તગડી કિંમત વસૂલી સરકારે ગરીબ પ્રજાની ઠેકડી ઉડાડી છે તેમ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પ્રજાને અત્યારે ઘણી જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી જ એક વિકલ્પ છે. આપ સૌ આમ આદમી પાર્ટીની મદદ કરો તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. પ્રમુખ શ્રી રણજીતસિંહ ચૌહાણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના શાસનમાં શું હાલત થઈ છે તેની વાત કરી હતી. આ બંને પક્ષોએ માત્ર પ્રજાનો દુરુપયોગ કરી, ગુમરાહ કરી, મતો મેળવી પ્રજા સાથે ગદ્દારી કરી છે તેમ જણાવ્યું હતું. હવે આ જુઠા લોકોના, ભ્રષ્ટાચારી લોકોના શાસનનો અંત આવી ગયો છે. તેમ જણાવી દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાતમાં પણ ક્રાંતિ લાવવા માટે આહવાન કર્યું હતું. તેઓએ દિલ્હી અને પંજાબમાં થયેલા આમ આદમી પાર્ટીના પ્રજાલક્ષી કાર્યો ની વિગતવાર માહિતી ગ્રામજનોને જણાવી હતી. આ બાબતોને સૌ ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. અને દ્ઢ નિર્ધાર કર્યો કે હવે ગુજરાતમાં ભાજપ નો અંત લાવીને આમ આદમી પાર્ટીને વિજય બનાવીશું.
ત્યારબાદ બીજી બેઠક સરસવા મુકામે વીરસીંગભાઇ સેલોત ના નિવાસ્થાને કરવામાં આવી હતી. ત્યાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.
ત્રીજી બેઠક ચોપડા બુઝર્ગ ગામે ગામખેડા માતાજીના પટાંગણમાં વટવૃક્ષની નીચે કરવામાં આવી હતી.આ બેઠકમાં ચોપડા બુઝર્ગ ગામમાંથી આશરે ૧૦૦ જેટલા વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચોથી બેઠક મોટીરેલ ગામે રણછોડ ભાઈ ના ઘરે કરવામાં આવી હતી.આ બેઠકમાં મોટીરેલ ગામોમાંથી મોટી સંખ્યામાં 70 જેટલા યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામજનોએ ભાજપ સરકાર અમારી કોઈ જ વાતો સાંભળતી નથી અને ગરીબ પ્રજા દેવામાં ડૂબી રહી છે, ખેડૂતો બેહાલ બન્યા છે, યુવાનો રોજગારી માટે ફાંફા મારે છે તેમ જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજની બેઠકોમાં મોટી સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે જણાઈ આવે છે કે પ્રજા હવે પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ બની છે. આગામી સમયમાં ગુજરાતમાં પરિવર્તન થઈને જ રહેશે તેવો નિર્ધાર પ્રમુખ શ્રી રણજીતસિંહે વ્યક્ત કર્યો હતો. 125 મોરવા હડફ વિધાનસભા આમ આદમી પાર્ટી જીતે છે તેઓ ટંકાર કર્યો હતો. આજની તમામ બેઠકો ખૂબ સફળ થઈ તે બદલ સૌ પ્રજાજનો અને કાર્યકર્તાઓનો પ્રમુખ શ્રી રણજીતસિંહે આભાર વ્યક્ત કર્યો હતો .

Leave A Reply

Your email address will not be published.