ઓલપાડ તાલુકા ના હાથીસા રોડ ખાતે આવેલ ખૂટાઈ માતાના મંદિરે ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જારદોષ હાજર રહ્યા હતા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના હાથીસા રોડ પર આવેલ ખુંટાઇ માતાના મંદિરના હોલમાં ભાજપ સંગઠનની કારોબારી બેઠક મળી હતી, ઓલપાડ તાલુકા ભાજપ ની બેઠકમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ,રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ ઓલપાડ તાલુકાના હોદેદારો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આગામી ભાજપના કાર્યક્રમો ને લઈને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી…

રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ એ કાર્યકરો ને સબોધતા ટકોર પણ કરી હતી કે જે પણ હોદેદારો થી પાર્ટી નું કામ નથી થતું એ જવાબદારી છોડી દે, પાર્ટી તરફથી સોંપવામાં આવતી કામગીરી ન કરો તો ચલાવી લેવામાં આવશે નથી તેમજ આજથી વરસો પહેલાં કોંગ્રેસના શાશન મા સૌથી ઉપયોગી બ્રિજ કપાસી – દેલાસા નું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું એ ટૂંક સમયમાં કામ ભાજપના શાશનમાં નવે સરથી શરૂ કરવામાં આવશે એવુ પણ જણાવ્યું હતું…