અનાપુરછોટા માં 100 પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે 15 દબાણો હટાવાયા, હાઇકોર્ટના આદેશ બાદ દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી
ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે સવારથી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમની ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવતા ત્રણ વાગ્યા સુધીમાં માત્ર એક જ દબાણ દૂર કરવામાં આવતા અન્ય વિભાગના લોકો પરેશાન થયા હતા તેમજ લોકો દ્વારા તાલુકા પંચાયતના અધિકારીઓએ વહાલીદવાલની નીતિ અપનાવી હોવાના આક્ષેપ કરાયા હતા. ત્યાર બાદ સાંજ સુધીમાં ૧૫ દબાણ હટાવા હતા.
હાઇકોર્ટના આદેશ બાદ 127 નાના-મોટા કાચા-પાકા દબાણો ઉપર મંગળવારે તાલુકા પંચાયત દ્વારા મોટા પોલીસ કાફલા સાથે સવારથી પહોંચ્યા હતા. પરંતુ બપોર સુધીમાં અનાપુરછોટા ગામે તાલુકા વિકાસ અધિકારી તથા તેમની ટીમ દ્વારા ફક્ત નામ પૂરતા જ એક જ વ્યક્તિના વાડ અને સિમેન્ટની થાંભલીઓ જ હટાવવામાં આવતા દબાણદાર માં આક્રોશ જોવા મળ્યો હતો અને અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી સાંજ સુધીમાં ૧૫ જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા.
બે દિવસમાં તમામ દબાણો તોડાશે
અનાપુરછોટા ગામે ૧૨૭ જેટલા નાના-મોટા દબાણો છે જેમાંથી ૧૬ જેટલા લોકોએ સ્ટે લાવેલ હોવાથી જેમના સિવાયના દબાણો બે દિવસમાં તોડી પાડવામાં આવશે. હાલમાં સર્વેની કામગીરી પણ સાથે ચાલે છે જેના કારણે કામ ધીમું છે અને જે વહાલા દવાળા ની નીતી નીવાત છે તો તે બાબતે હું ખુદ ખાતરી રાખી ને કોઈને અન્યાય થાય તેવું કામ કરવા દઈશ નહીં તમામ ને ન્યાય મળે તે રીતે કામગીરી કરવામાં આવનાર છે – તાલુકા વિકાસ અધિકારી