શહેરા તાલુકા પંચાયત કચેરીમા નાડા પંચાયતના સંદિગ્ધ વિકાસના મુદ્દે સરપંચ પતિ અને માજી સરપંચના સમર્થકો વચ્ચે જાહેરમાં ઢીશુમ – ઢીશુમ . !!
શહેરા તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશો સમક્ષ નાડા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો અને મુખ્યત્વે ગરીબોને રોજગારી આપનાર મનરેગા યોજનાના કામોમાં ભારે ગેરરીતિઓ આચરવામાં આવી હતી એમાં મસ્ટરમાં ખોટી હાજરી કરીને સહી સિક્કા કરવામાં આવ્યા હોવાની રજૂઆત માટે આવેલ નાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નંદાબેન પટેલની સાથે આવેલા તેઓ ના પતિ વાલમસિંહ પટેલ અને માજી સરપંચ રતનસિંહ નાયકા અને સમર્થકો વચ્ચે તાલુકા પંચાયત કચેરી ના આગણે જાહેરમા ઢીશુમ ઢીશમ જેવુ દંગલ સર્જાતા ભારે ઉતેજનાઓ પ્રસરી જવા પામી હતી.જો કે આ દંગલ ની ખબરો સાથે દોડી આવેલ પોલીસ તંત્ર દ્વારા આ મામલા ને પોલીસ મથક મા લઈ જઈને બન્ને પક્ષે ન્યાય મડે આ માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જો કે નાડા ગ્રામ પંચાયતના વિકાસ કામો નો વહીવટ દંગલ મા ફેરવાઈ જતા વહીવટી તંત્ર મા પણ આંતરિક માહૌલ ગરમાયો છે .શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા ગામના મહિલા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિત અન્ય લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થતા પોલીસને બોલાવવી પડી હતી.પોલીસ દ્વારા બે પક્ષની ફરીયાદ નોંધવાની તજવીજ હાથધરી છે .

શહેરા તાલુકાના ગામમાં વિવિધ નાડા વિકાસલક્ષી કામો ચાલી રહ્યા હોય ત્યારે મનરેગા યોજનાના મસ્ટરો પર ગ્રામ પંચાયત સરપંચના સહિના અંગુઠા તેમજ સરપંચના ખોટા સિક્કા મારવામાં આવી રહ્યા હોવાનું સરપંચ નંદાબેન પટેલ ને જાણવા મળેલ હોવાથી તેઓ તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત માટે ગયા હતા . નાડા ગામના સરપંચ નંદાબેન પટેલ એ પોતાના પતિ વાલમ સિંહ પટેલ ને સાથે રાખીને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને નરેગા યોજનામાં પેવર બ્લોક સહિતના કામગીરીના મસ્ટરોમાં સરપંચ ના ખોટા સહી સિક્કા ગામના રતનસિંહ નાયકા , વણઝારા જયેન્દ્રસિંહ સહિતનાઓ દ્વારા મારવામાં આવતા હોવાના આક્ષેપ સાથે લેખિતમાં રજૂઆત કરી હતી . જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા ગામના સરપંચના પતિ વાલમસિંહ પટેલ અને રતનસિંહ નાયકા વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી શરૂ થતા આ બંનેના અન્ય વ્યક્તિઓ પણ ઝગડવા માંડ્યા હતા . તાલુકા પંચાયત કચેરી ખાતે જે રીતે મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ તેમજ અન્ય વ્યક્તિઓ વચ્ચે છુટા હાથની મારામારી દસ મિનિટ કરતાં વધુ સમય શરૂ રહેતા કચેરી ખાતે પોલીસ દોડી આવી હતી . પોલીસ દ્વારા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિતના ઓને પોલીસ મથક ખાતે લઇ જઇને જરૂરી કાર્યવાહી હાથધરી હતી . જ્યારે રેફરલ હોસ્પિટલ ખાતે માજી સરપંચ રતનસિંહ નાયકા , દિલીપ નાયકા તેમજ સરપંચ નંદાબેન વાલમસિંહ પટેલ , વાલમ મગનભાઈ પટેલ સારવાર અર્થે દાખલ થયા હતા . માજી સરપંચ નાયકા રતનસિંહ એ જણાવ્યું હતું કે અમારા દ્વારા કોઈ સરપંચના સિક્કા કે સહી કરવામાં આવી નથી . અને ગામમાં વિકાસના કામો અમારા દ્વારા કરવામાં આવતા હોવાથી સરપંચ દ્વારા અમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે . જ્યારે પોલીસ દ્વારા બન્ને તરફની ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી હતી . જોકે તાલુકા પંચાયત કચેરી ખાતે ગામના મહિલા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિત તેમના સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થવા સાથે લોકોમાં ભારે ચર્ચાનો મુદ્દો આ બની જવા પામ્યો હતો .