Publisher Theme
I’m a gamer, always have been.

દિવ્યાંગો માટે IIT મદ્રાસ ટીમની અનોખી પહેલ, સ્વદેશી મોટર વ્હીલ ચેર તૈયાર કરીને દિવ્યાંગોને એક અનોખી ભેટ આપી

0 167

Standup Wheel Chair: સામાન્ય રીતે દિવ્યાંગોને નાના-મોટા તમામ કામો માટે બીજા પર આધાર રાખવો પડતો હોય છે,ઉપરાંત આયાત કરવામાં આવતી મોટાભાગની વ્હીલ ચેર આરામદાયક ન હોવાથી દિવ્યાંગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે,ત્યારે IIT મદ્રાસમાંથી પાસઆઉટ થયેલા સ્વસ્તિક સૌરવ દાસ અને તેમના પ્રોફેસર સુજાતા શ્રીનિવાસની ટીમે એક અનોખી પહેલ કરી છે. આ લોકો તેમના નવા સ્ટાર્ટઅપ ‘નિયોમોશન’ હેઠળ વ્યક્તિગત વ્હીલચેર બનાવીને 150થી વધુ દિવ્યાંગોને આ ભેટ આપી છે.

આ ઇલેક્ટ્રિક વ્હીલચેર ભારતની પ્રથમ સ્વદેશી મોટર વ્હીલચેર

આ ઇલેક્ટ્રિક વ્હીલચેર ભારતની પ્રથમ સ્વદેશી મોટર વ્હીલચેર છે. તે કોઈપણ પ્રકારના રસ્તા પર ચલાવી શકાય છે.તેની ઝડપ 25 કિમી પ્રતિ કલાક હશે. અત્યાર સુધીમાં દેશભરમાં 600 થી વધુ લોકોને વ્હીલચેર વેચવામાં આવી છે. ઉપરાંત150 જેટલા જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર ભેટ તરીકે પણ આપી છે.

દિવ્યાંગોને આ વ્હીલ ચેરથી જરૂરથી ફાયદો થશે

IIT મદ્રાસમાંથી પાસ આઉટ થયેલા ઓડિશાના સ્વસ્તિક સૌરવ દાસે જણાવ્યુ હતુ કે, આઇઆઇટીમાં (IIT Madras) સંશોધન ડિઝાઇન અને દિવ્યાંગ કેન્દ્રમાં તેમના પ્રોફેસર હેઠળ રિચર્સ કરવાની તક મળી હતી. વધુમાં જણાવ્યુ હતુ કે,આ વ્હીલ ચેર ખુબ જ આરામદાયક હોવાથી દિવ્યાંગોનો આ વ્હીલ ચેરથી જરૂરથી ફાયદો થશે.
આ વ્હીલચેર એક જ ચાર્જ પર 25 કિમી સુધી ચાલી શકે છે

નિયોમોશન હેઠળ હાલમાં બે પ્રકારના પર્સનલાઇઝ્ડ વ્હીલચેર છે. એક નિયોફ્લાય અને બીજું નિયોબોલ્ટ. આરોગ્ય અને જીવનશૈલી અનુસાર નિયોફ્લાય પ્રકારની વ્હીલચેરમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે વ્હીલચેરમાં નિયોબોલ્ટ સાથે અલગ મોટર લગાવવામાં આવી છે. તેની મદદથી તેને સ્કૂટરમાં (Scooter) બદલી શકાય છે. મોટરવાળી વ્હીલચેર એક જ ચાર્જ પર 25 કિમી સુધી ચાલી શકે છે. એટલું જ નહીં, તેમાં બ્રેક, હોર્ન, લાઇટ અને મિરર જેવા સેફ્ટી ફીચર્સ પણ મળે છે. પ્રોફેસરની દિવ્યાંગો માટેની આ પહેલને લોકો આવકારી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.