Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકા પંચાયત ટીડીઓ સહિત કર્મચારીઓ કલાકો સુધી ગેરહાજર, ખુરશીઓ ખાલી દેખાઈ રૂમ ખાલી છતાં પંખા લાઈટ ચાલુ રાખી વીજળીનો વ્યય, 11.30 વાગ્યા સુધી ઓફિસમાં કોઈ નહીં

0 15

ધાનેરા તાલુકા પંચાયત માં મીડિયા ની ટીમ દ્વારા 11.30 કલાકે કચેરીના તમામ રૂમોની તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે તાલુકાના વિકાસ અધિકારી સહિત તમામ કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી

એક તરફ તલાટી મોડા પડે તો ધાનેરા તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી ભેગા મળીને એક દિવસની બિન પગારી કરી રહ્યા છે ત્યારે તેઓની કચેરીનો તમામ સ્ટાફ બુધવારે બાર વાગ્યા સુધી કચેરીમાં કયા જોવા મળ્યો ન હતો. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી પણ કોઈ પણ રજા રિપોર્ટ વગર ગુલ્લી મારી હતી. તેમની સામે જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરશે કે પછી આ લોકોને છાવરવામાં આવશે તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે
તાલુકા પંચાયતના તમામ અધિકારીઓએ એક ઠેકાણે લગ્ન પ્રસંગમાં મોજ માણવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ કચેરીમાં એક પણ સ્ટાફ ન હોવાથી આવનાર લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ સરકાર વીજળી બચાવવા ની વાતો કરે છે ત્યારે આ કચેરીમાં કોઈ અધિકારી ન હોવા છતાં તમામ રૂમ ની લાઇટો તેમજ પંખો ચાલુ જોવા મળ્યા હતા. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેમ તમામ કર્મચારીઓ હાજર ન હતા તેની તપાસ કરાવીશ.
હું મારા સરકારી કામે ગયો હતો : ટીડીઓ
હું મારા ઓફિસ કામે બહાર ગયો હોવાથી કોણ હાજર છે તે મને ખબર નથી છતાં આ બાબતે હું તપાસ કરાવું છું. અને જો ગુલ્લી મારી હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું તાલુકા વિકાસ અધિકારી રાજેશ ધનગરે જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.