Publisher Theme
I’m a gamer, always have been.

દાંતા તાલુકાના કીડી મંકોડી નદીના પવિત્ર સંગમ સ્થળે આવેલા મંડાલી ગામે તારીખ 21/05/2022 થી તારીખ 27/05/2022 સુધી સમગ્ર ગ્રામજનો દ્વારા એક શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0 148

દાંતા તાલુકાના કીડી મંકોડી નદીના પવિત્ર સંગમ સ્થળે આવેલા મંડાલી ગામે ધાર્મિક ઉત્સવો તેમજ કાર્યક્રમો તો થતાંજ હોય છે પણ તેમાંય આજ તારીખ 21/05/2022 થી તારીખ 27/05/2022 સુધી સમગ્ર ગ્રામજનો દ્વારા એક શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે


આજ થી શરુ થતી શિવ કથામાં પ્રથમ પોથી યાત્રા શ્રી ગુણવંતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને ઘરેથી કાઢવામાં આવી હતી…જેમાં સમગ્ર ગ્રામજનો દ્વારા ભારે ઉત્સાહભેર ભાગ લઈ પોથી યાત્રાને સફળ બનાવી હતી પોથીયાત્રામાં ગામની બહેનો દ્વારા ઘડા તેમજ જવારા માથે લઈને ગરબા કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા રામ, લક્ષ્મણ,ગણપતિ તેમજ વિવિધ વેશભૂષા કરવામાં આવી હતીપોથી યાત્રામાં ભગવાન શિવની વેશભૂષામાં શ્રી પ્રજાપતિ શિવરામભાઈ એમ પ્રજાપતિ આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા પોથીયાત્રા આખા ગામમાં ફરીને અખંડાનંદ આશ્રમમાં આવી હતી જ્યાં તમામ લોકોએ ભોજન લઈ શિવ કથાનો લાભ લીધો હતો

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના યુવાનોએ છેલ્લા પંદર દિવસથી ભારે જહેમત ઉઠાવી હતી

Leave A Reply

Your email address will not be published.