Publisher Theme
I’m a gamer, always have been.

કીડીયારૂ પુરવાનું ભગીરથ કાર્ય કરતુ કતૅવ્ય ગૌ સેવા ગૃપ માંડવી

0 96

આપણી સનાતન અને પૌરાણિક સંસ્કૃતિ મા ઉનાળાની ઋતુ દરમ્યાન કીડીયારૂ પુરવાનું એક આગવું મહાત્મય રહેલું છે
ત્યારે આજ રોજ ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે આજે કર્તવ્ય ગૌ સેવા ગ્રુપ સુરત અને માંડવી ના યુવાનો ના સહિયારા સેવા-પ્રયાસ થી “કીડીયારૂ “ની સરસ સેવા કરવા મા આવી હતી
જેમાં યુવાનો દ્વારા શ્રીફળ મા વિંધા પાડી તેમાં લોટ,ગોળ અને તેલ નું બુરૂ બનાવી તેમાં ભરી આવા શ્રીફળ ગામ ની નજીકના ગાઢ વૃક્ષો વાળા વિસ્તારો મા વૃક્ષ કે બાવળ ના થડીયે મુકવામાં આવ્યા હતા


માંડવી ગામે આવેલ લાખાપીર બાપુ ના આશ્રમ થી શ્રી આત્મા રામ બાપુ ના વરદ હસ્તે કિડિયારૂ પુરવા નૉ શુભારંભ કરવામાં આવ્યું હતું જેમાં નાનાં બાળકો થી લઈને વડિલો યુવાનો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા કર્તવ્ય ગૌ સેવા ગ્રુપનો હેતુ હંમેશા મૂંગા જીવ ની સેવા અને તેની આંતરડી ઠારવાનો રહ્યો છે
કર્તવ્ય ગૌ સેવા ગ્રુપ ના યુવાનો દ્વારા સુરત ની જેમ માંડવી ગામ મા પણ ખુબ સરસ સેવાનો નવો ચીલો ચીતરવા મા આવ્યો છે જેમાં દિવાળી ના સમય મા ચકલી માટે માળા બાંધવા પક્ષી ને પીવા માટે પાણી ના કુંડા તેમજ ચણ પાત્ર પણ બાંધવા મા આવ્યા હતા.આ સેવા કાર્ય ની અંદર ખાલી માંડવી ગામ નઈ પણ અલગ અલગ ગામના સેવા ભાવી દાતાઓ દ્વારા પણ ખુબ દાન અર્પણ કરવામાં આવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.