Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાની રૂણી પ્રા.શાળાના શિક્ષકને રાષ્ટ્રીય નવાચારી એવોર્ડ થી સન્માનિત કરાયા

0 29

તા.19 મી મે ના રોજ હરિયાણા ના કુરુક્ષેત્ર માં યોજાયેલ બાલરક્ષક પ્રતિષ્ઠાન અંતર્ગત નેશનલ લેવલ ઇન્નોવેટિવ કોન્ફરન્સ માં સમગ્ર ભારત માંથી જુદા જુદા 17 રાજ્યોના 136 ઇન્નોવેટીવ શિક્ષકોને રાષ્ટ્રીય નવાચારી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.તા.19 અને 20 આ બે દિવસીય એવોર્ડ કાર્યક્રમમાં હરિયાણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ચૌ. કંવરપાલ જી તેમજ હરિયાણા ના ખેલ મંત્રી સરદાર સંદીપસિંહ,કુરુક્ષેત્ર જિલ્લા ના શિક્ષણાધિકરી શ્રી અરુણ આશ્રી જી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
આ એવોર્ડ એવા શિક્ષકોને આપવામાં આવે છે જેઓ શિક્ષણ ક્ષેત્રે નાવીન્યપૂર્ણ પ્રયોગો કર્યા હોય અને શિક્ષણમાં નવતર પ્રયોગો કર્યા હોય.આ એવોર્ડ માટે ગુજરાત માંથી 37 શિક્ષકો ની પસંદગી કરવામાં આવી હતી.જેમાં બનાસકાંઠા જિલ્લા માંથી 2 શિક્ષકોની પસંદગી થઈ હતી.આ બે શિક્ષકોમાં ધાનેરા તાલુકાની રૂણી પ્રાથમિક શાળા ના ઇન્નોવેટીવ અને ઉત્સાહી શિક્ષક શ્રી દિનેશભાઈ ચૌહાણ ની પસંદગી થઈ હતી.જેમાં તેમને શાલ ઓઢાડી,મોમેંટો આપી,શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ પ્રાપ્ત કરી દિનેશભાઈ ચૌહાણ એ પોતાની શાળા, ગામ, સમાજ અને પરિવાર નું ગૌરવ વધાર્યું હતું.આ સમગ્ર એવોર્ડ કાર્યક્રમ હરિયાણા ના કુરુક્ષેત્ર માં આવેલ શ્રી જયરામ વિદ્યાપીઠ માં યોજાયો હતો.

Leave A Reply

Your email address will not be published.