Publisher Theme
I’m a gamer, always have been.

આર્ટસ અને કોમર્સ કોલેજ કાંકણપુર ખાતે આકાશવાણી દ્વારા રેકોર્ડિંગ કાર્યક્રમ યોજાયો.

0 19

ગોધરા તાલુકાની કાંકણપુર ખાતે આવેલ શ્રી જે.એલ.કે કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ ગાર્ડી કોમર્સ કોલેજમાં આચાર્ય શ્રી જે.એન શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓનો વડોદરા આકાશવાણીમાં 75માં આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત યુવા વાણી કાર્યક્રમ માટે આ રેકોર્ડિંગ કરવામાં આવ્યું .જેમાં દસ જેટલા વિદ્યાર્થીઓ એ રેકોર્ડિંગ કરાવ્યું હતું. જેમાં વિષય 2047 નું શ્રેષ્ઠ ભારત,આઝાદીમાં વિસરાયેલા ગુમનામ સ્વાતંત્ર સેના નો ફાળો જેવા વિષય હતા.આ રેકોર્ડિંગ સ્પીચમાં ભોઈ નિશીતા બી.એ.સેમ 2 ની વિધાર્થીની શ્રેષ્ઠ ક્રમે આવી હતી.તેનું આવનાર સમયમાં ગોધરા આકાશવાણી અને વડોદરા આકાશવાણી ખાતે રેકોર્ડિંગ થનાર છે. જે કોલેજ માટે ગૌરવની બાબત છે.કોલેજમાં ટ્રસ્ટી શ્રી મૌલિનભાઈ શાહ તેમજ કોલેજ ના આચાર્યએ આ વિધાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં કૃષ્ણ ભાવે આકાશવાણી વડોદરાથી ,મનીષાબેન ડામોર એનાઉન્સર આકાશવાણી ગોધરા તેમજ કોલેજના એન.એન.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ રાઠવા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.