Publisher Theme
I’m a gamer, always have been.

કાશ્મીર ફાઈલ્સની ટિકિટ રજૂ કરો, શ્રી કેશર ગોલ્ડ પેલેસની યોજનાનો લાભ લો.

0 17

બનાસકાંઠામાં અનેક સેવા સંગઠનોની સાથે સાથે કેટલાક ઉદાર વેપારીઓ પણ સામાજિક અને ધાર્મિક પ્રવૃતિમાં યોગદાન આપે છે. આ પ્રકારની પ્રવૃતિમાં શ્રી કેશર ગોલ્ડ પેલેસ પરિવાર પણ સદાયે યથાયોગ્ય સહયોગી બને છે. *શ્રી કેશર ગોલ્ડના માલિક શ્રી ચેલભાઈ રાતડા(રાણોલ) ખૂબ ઉમદા સ્વભાવ ધરાવે છે અને ધાર્મિક-સેવાકીય પ્રવૃતિમાં નિરંતર સક્રિય રહે છે. તાજેતરમાં કાશ્મીર પંડિતોના વિસ્થાપનને લઈને ‘કાશ્મીર ફાઈલ્સ’ ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રગટ થઈ છે, આ ફિલ્મ જે કોઈ લાગણીશીલ માનવીને જોઈને આવે અને તેની ટિકિટ રજૂ કરે તો શ્રી કેશર ગોલ્ડ પેલેસ દ્વારા દાગીનાની ખરીદી વખતે ઘડામણમાં રૂ.500ની છૂટ આપવાની યોજના અમલમાં મૂકી છે. શ્રી કેશર ગોલ્ડ પેલેસની આ યોજનાને પાલનપુર-દાંતીવાડા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવકાર સાંપડી રહ્યો છે. ચેલભાઈ રાતડા જણાવે છે કે, ‘‘ધર્મની સુરક્ષા થશે તો રાષ્ટ્રની રક્ષા થશે અને રાષ્ટ્ર સુરક્ષિત હશે તો આપણે સૌ સુરક્ષિત રહીશું. આ લાગણી સાથે અમે ખાસ યોજના અમલમાં મૂકી છે, જેનો સારો એવો આવકાર સાંપડી રહ્યો છે.’’

Leave A Reply

Your email address will not be published.