પાલનપુર તાલુકાના માલણ ગામે લોકનિકેતન રતનપુર ના સહયોગ થી રાષ્ટ્રીય પોષણ માસની અનોખી ઉજવણી કરવામાં આવી….સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ માસ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામ માં પોષણ માસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.. આ કાર્યક્રમ માં પોષણ નું મૂલ્ય, સમતોલ ખોરાક,ટી.એચ આર ના ઉપયોગો, તેમજ સ્વચ્છતા અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. ..
આ કાર્યક્રમમાં પાલનપુર ઘટક ત્રણ ના બાળ વિકાસ યોજના અધિકારી શ્રી કે.જે.જોશી મુખ્ય સેવિકા બેન શ્રી તેમજ લોકનિકેતન માંથી પધારેલ અનિલભાઈ તેમજ કાર્યકર બહેનો, તેડાગર બહેનો,અને ગામની દીકરીઓ, માતાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.