Publisher Theme
I’m a gamer, always have been.

સમગ્ર દલિત સમાજનું આગવું ઘરેણું એટલે નિલેશભાઈ પરમાર

0 34

કોશિશ અને કાબેલિયત પર કામયાબીનો ઇતિહાસ રચનાર સાહસિક અને સફળ યુવાન શ્રીમાન નિલેશ પરમાર નો ટૂંકમાં પરિચય

દલિત સમાજના યુવાન અને તત્વચિંતક દરેક યુવા વર્ગના રોલમોડેલ શ્રીમાન નિલેશભાઈ પરમાર મુ જોદલા તા. થરાદ જી બનાસકાંઠાના વતની છે જેઓ હાલ જોદલા ખાતે રહે છે

કાળા માથાનો માનવી ધારે તે કરી શકે

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

જેવી પંક્તિઓ પોતાના જીવનમાં સાર્થક કરી આજની નાસીપાસ થયેલ યુવા પેઢી માટે રોલમોડેલ બની ગયા છે

એકદમ ગરીબ પરિવારમાંથી પોતાના જીવનની શરૂઆત કરનાર શ્રીમાન નિલેશભાઈએ 2006થી જાહેર જીવનમાં સામાજિક કાર્યકર તરીકે જિંદગી જીવી રહ્યા છે ત્યાર બાદ 2006 માં પોતાની ખુદની એક NGO ની સ્થાપના કરી અને સર્વોદય ngo ના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે.અને સરહદી વિસ્તારના યુવાનોને હમેશા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ સર્વોદય સંસ્થા ngo એ સરકાર સાથે સંકલનમાં સારું એવું પ્રોજેક્ટમાં કામ કર્યું છે. અને જિલ્લા નહિ પણ નાની ઉંમરમાં રાજ્ય કક્ષાએ એક આગવી ઓળખ ઉભી કરી છે .મુખ પર ફરકતું સાચુકલું સ્મિત વાણીમાંથી અવિરત વહેતુ પ્રેરણાનું ઝરણું.એ નિલેશ પરમાર ના આભૂષણો છે તેઓ વિચારક ઉત્તમ વકતાતો ખરાજ સાથે સાથે પ્રેમાળ હુંફાળું વ્યક્તિત્વ ધરાવે છે થોડામાં કહું તો નિલેશ મળવા જેવાં માણસ ખરો.

આટલું વિશાળ વ્યક્તિત્વ હોવા છતાં તેઓનું જીવન એકદમ સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છે

તેઓનો મુખ્ય ધ્યેય દરેક સમાજ શિક્ષિત,સમૃદ્ધ ,સંસ્કારી,સંગઠિત અને ગૌરવશાળી બને તે છે તે માટે તેઓ દરેક રીતે કટિબદ્ધ છે તેઓ દ્વારા કોઈપણ કોલેજમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એડમિશન માટે મદદરૂપ બની રહ્યા છે .તેમજ કોરોનાની મહામારી હોય કે વર્ષ 2015.2017નું પુર હોય પોતાની પરવા કર્યો સિવાય સતત દાતાઓ ngo નો કોન્ટેક્ટ કરીને લોકસેવા કરી હતી..હાલમાં જેઓ પોતાના ગામમાં જ અલખધણી રામદેવપીર સેવા આશ્રમ ચલાવી રહ્યા છે .જેમાં પગપાળા યાત્રાળુઓની વટેમાર્ગુઓની સેવા કરી રહ્યા છે આ આશ્રમ કોઈના ફન્ડ ફાળા કે દાન સિવાય પોતાના ખર્ચેથી ચલાવી રહ્યા છે .આ આશ્રમ માં રાજકીય પોતાના કેળવેલા સબંધો ના લીધે માનનીય પરબતભાઈ સદસભ્યશ્રીએ રૂ.5 લાખનો કોમ્યુનિટી હોલ.પૂર્વ સંસદસભ્ય હરિભાઈ ચૌધરી રૂ.5 લાખ કોમ્યુનિટી હોલ.હરચંદભાઈ પરમાર સદસ્ય જિલ્લા પંચાયત રૂ.5 લાખ દીવાલ અને પેવર બ્લોક રૂ 2 લાખ ચેરમેનશ્રી શોન્તીલાલ તાલુકા પંચાયત સદસ્યની ગ્રાન્ટ આ જગ્યાએ માટે મંજુર કરીને આ જગ્યાએ સારો એવો વિકાસ કર્યો છે .આ જગ્યાએ 500 જેટલા વૃક્ષોનું જાતે ઉછેર કરી રહ્યા છે ..તાજેતરમાં યોજાયેલી ગુજરાત થીંકર્સ મીટ 2021 એમ એસ યુનિવર્સિટી બરોડા. ખાતે યોજાઈ હતી. જેમાં આ મીટમાં ગુજરાતમાંથી માત્ર 70 જેટલા યુવાનોને આમંત્તરીત કરવામાં આવ્યા હતા આ મીટમો રામમાધવ. તેમજ દેશની નામોકિત યુનિવર્સિટીના વડાઓ વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ મીટમો આઈડિયાલોજી. રાષ્ટ્રવાદ. જેવા વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.બરોડા એમ.એસ યુનિવર્સિટીમાં જેમાં જિલ્લાના યુવા પ્રતિનિધિ તરીકે હાજર રહીને બનાસકાંઠા જિલ્લાનો પોતાની આગવી શૈલીમાં પરિચય કરાવ્યો માં .હમણાં 4.5.ડિસેમ્બર ના રોજ કર્ણોવતી યુનિવર્સિટી અમદાવાદમાં યોજાયેલી યુથ પાર્લામેન્ટ માં પણ પ્રતીનિધિ તરીકે ભાગ લીધો હતો .રાષ્ટ્રીય લેવલે ઘણા બધા વર્કશોપ સેમિનાર કોન્ફરન્સ માં પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલ છે.આમ નાની ઉંમરમાં ગુજરાતની નામોકિત રાજકીય સામાજિક વ્યક્તિઓ સંસ્થાઓ જોડે સીધો સબંધો ધરાવે છે અને સતત કઈક ને કઈક જીવનમાં નવું નવું કરતા એવા નિરાળું વ્યક્તિત્વ ધરાવતા પર્યાવરણ પ્રેમી રાષ્ટ્રીવાદી વિચારોને આધીન જીવન જીવતા યુવાનોના રોલ મોડેલ એક ઉભરતો ચહેરો એવા નિલેશ પરમાર ને ખૂબ ખૂબ અભિનંદન. ..

Leave A Reply

Your email address will not be published.