Publisher Theme
I’m a gamer, always have been.

લાખણી ની મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં પ્રયોગશાળા ખંડ નું લોકાર્પણ કરાયું

0 35

લાખણી તાલુકાની મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં દાતાશ્રી દ્વારા બનેલ નવીન પ્રયોગશાળા ખંડ નું લોકાર્પણ કરવામાંઆવ્યું.એકવીસમી સદી એ જ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવાય છે.શાળા કક્ષાએ બાળકો વિજ્ઞાનથી પરિચિત થાય તથા શાળા કક્ષાએ વિવિધ પ્રયોગ કરતા શીખે એ માટે પ્રયોગો કરાવવામાં આવતા હોય છે. આજ હેતુથી લાખણી તાલુકાની મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં દાતાશ્રી સોમીબેન ઝાલાજી પ્રજાપતિ(ફોઈ)હસ્તે.મદરૂપજી કસ્તુરજી પ્રજાપતિ દ્વારા 6,51,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પ્રયોગશાળાનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ પરમાર સાહેબ,તાલુકા પ્રાથમિકશિક્ષણાધિકારીશ્રી નફીસાબેન મનસુરી, અદ્વૈત વિદ્યાસંકુલ જસરાના પ્રમુખ મહેશભાઈ દવે,વેટેનરી ઓફિસર ગોવિંદભાઇ પ્રજાપતિ, બીઆરસીશ્રી મુકેશભાઈ, સીઆરસીશ્રી ગોવિંદભાઇ,પે .કેન્દ્ર આચાર્યશ્રી શેખભાઈ તથા પેટા શાળાના આચાર્યશ્રીઓ ,બીટ કે.ની.શ્રી, smc અધ્યક્ષ દલપતસિંહ તથા સભ્યો, સરપંચશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.ત્યારબાદ તમામ હાજર પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી સુખદેવભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.આજના દિવસે શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને બટાકા પૌઆનો નાસ્તો આપવામાં આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.