Publisher Theme
I’m a gamer, always have been.

ભાયાવદર શહેરમાં ભારાઈ પરીવારના કુળદેવીશ્રી બાણ માતાજીનો સ્થાપન મહોત્સવ અને પંચકુંડીય શત—ચંડી મહાયજ્ઞ

0 83

ભાયાવદર શહેરમાં આશરે સાડા ત્રણસો વર્ષથી મતવા શેરીમાં બીરાજતા ભારાઈ પરીવારના કુળદેવીશ્રી બાણ માતાજીનો ત્રી દિવસીય સ્થાપન મહોત્સવ અને પંચ કુંડીય સત—ચંડી મહાયજ્ઞ તા.૧૨/૧૨/૨૦૨૧ થી તા.૧૪/૧૨/૨૦૨૧ સુધી બ્રાહમણોના મંત્રોચાર સાથે મહાયજ્ઞનું આયોજન સમસ્ત ભારાઈ પરીાર દવારા આયોજન થઈ રહયુ છે. આ બાણ માતાજી ચિત્રોર ગઢના મહારાણા પ્રતાપના કુળદેવી છે. તે ભારાઈ પરીવારના પણ કુળદેવી છે. ગુજરાત રાજયમાં ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર જીલ્લામાં ભારાઈ પરીવારના લોકો વસે છે. આ વિસ્તારમાં ૧૮૦૦ કુટુંબ ભારાઈ પરીવારના આવેલા છે.આ પરીવાર દવારા ભાયાવદર શહેરમાં મયુર નગર વિસ્તારમાં સાડાચાર વિઘા જમીન ખરીદીને માતાજીનો ભવ્યથી અતિભવ્ય મઢ બનાવવામાં આવેલ છે. ત્યારે જુના મઢમાં માતાજી બીરાજમાન હોય શાસ્ત્રોક વિધી પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સમગ્ર ભારાઈ પરીવાર તેમજ ભાયાવદર શહેરના રબારી સમાજના લોકો દવારા ધામધુમથી કરવામાં આવી રહયુ છે. આ મહોત્સવમાં ભારઈ પરીવારના પટેલ દાસાભાઈ વેજાભાઈ ગામ માંડોદરા, અમરાભાઈ સરમણભાઈ ભારઈ ઝુમ ભાયાવદર, અરજણભાઈ નાજાભાઈ ભારાઈ ગામ મેખાટીંબી, ભાયાભાઈ જલાભાઈ ભારાઈ ગામ કુતીયાણા, ડોસાભાઈ પુંજાભાઈ ગામ કાથરોટા, ભગાભાઈ રૂડાભાઈ ગામ માંડોદરા, જીવાભાઈ મકાભાઈ ભારાઈ ગામ પીપલાણા, ગોવિંદભાઈ દેવાયતભાઈ ભારાઈ ગામ ગણોદ, ભાયાવદર રબારી સમાજના આગેવાનો બાલાભાઈ હમીરભાઈ કરોતરા, બાવનજીભાઈ ખીમાભાઈ ચાવડા, પ્રકાશભાઈ ભીમાભાઈ કટારા, કીશોરભાઈ અમરાભાઈ ખાંભલા ,કાનાભાઈ નાથાભાઈ ભારાઈ તેમજ ભાયાવદર શહેરના દરેક સમાજના આગેવાનો,નગરપાલિકાના પ્રમુખ , ઉપપ્રમુખ સહીત વિવિધ સંસ્થાઓના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહે છે. ત્રણ દિવસના આ પ્રાણ પ્રતિષ્ઠાના ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત રબારી સમાજ તેમજ વિવિધ સમાજના લોકો માટે પ્રસાદીનું આયોજન પણ કરેલ છે. અને લોકો હોશે હોશે યજ્ઞના દર્શન તેમજ પ્રસાદીનો લાભ લઈ રહયા છે.

Leave A Reply

Your email address will not be published.