Publisher Theme
I’m a gamer, always have been.

અંબાજી નજીક બે અલગ અલગ અકસ્માત, 1 નુ મોત 1 ગંભીર હાલત માં

0 43

અંબાજી એ ગુજરાતનું એક માત્ર શક્તિપીઠ અને પ્રખ્યાત યાત્રાધામ છે અહીં રોજે રોજ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવે છે અને દર વર્ષે અહીં યાત્રિકોની સંખ્યા વધી રહી છે સાથે સાથે અંબાજીમાં અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે
આજે અંબાજીમાં બે જગ્યાએ અકસ્માત સર્જાયા હતા જેમાં એક અકસ્માતમાં કે જે ખેડબ્રહ્મા રોડ પર કૈલાશ ટેકરી નીચે થયો હતો એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને નિર્દોષ મહિલા નો ભોગ લેવાયો હતો જ્યારે બીજો અકસ્માત છાપરી નજીક પર થયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયો હતો.
છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ઓવર સ્પીડ વાહન ચાલકોનો ત્રાસ વધી જવા પામ્યો છે અને જેના કારણે વારેવારે અકસ્માતો સર્જાય છે અંબાજી પોલીસ આ બાબતે સખત થઈ અને આ વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.અંબાજીના ત્રણે પ્રવેશ દ્વાર થી પ્રવેશ કર્યા બાદ પણ વાહન ચાલકો ઓવર સ્પીડ થી વાહનો ચલાવી રહ્યા
અંબાજી પોલીસ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે

Leave A Reply

Your email address will not be published.