
યાત્રાધામ અંબાજી એ પછાત વિસ્તાર માં આવેલું છે અને અહીં આરોગ્યને લગતી સુવિધાઓ નામે કંઇ નથી અને જો કોઈ ઇમરજન્સી સારવાર કે ઑક્સિજન ની જરૂર પડે તો અંબાજીથી 55 કિ. મિ. દૂર પાલનપુર ખાતે જવું પડે છે. તેથી અંબાજીમાં ઓક્સિજન પ્લાન્ટ ની જરૂર હતી અને કોરોના ના સમય માં આવા ઓક્સિજન પ્લાન્ટ ની ખુબ જ ખોટ વર્તાઇ હતી આજે અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે સવારે 11 વાગે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો. રોટરી ક્લબ અંબાજી ડિસટ્રીક્ટ 3054 તથા રોટરી કલબ ફોર્ટવાયને ડિસટ્રીક્ટ 6540(યુએસએ) તથા રોટરી ફાઉન્ડેશન ઓફ રોટરી ઈન્ટરનેશનલ ના સહયોગ થી આ ઑક્સિજન જનરેશન પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સવારે 11 કલાકે અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે ઑક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો જેમાં અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા, રોટરી કલબના લલિતભાઈ શર્મા, જોઈતાભાઈ પટેલ , હોસ્પીટલના હેડ ડો. શોભા ખંડેલવાલ અને ડોક્ટર સ્ટાફ, રોટરી ક્લબ અંબાજીના પ્રમુખ સહિત અન્ય મેમ્બર્સ હાજર રહ્યા હતા. આ ઑક્સિજન પ્લાન્ટ ની કીમત અંદાજિત 40 લાખ જેટલી થાય છે આ માટે રોટરી ક્લબ ના એક NRI મેમ્બરે દાન આપી મદદ કરી હતી આ પ્લાંટથી ઍક કલાક મા 250 કિલો ઑક્સિજન પૂરો પાડવામાં આવશે.આ ઑક્સિજન પ્લાન્ટ અંબાજી તેમજ આજુબાજુ વિસ્તાર ના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે