Publisher Theme
I’m a gamer, always have been.

સરદારકૃષિનગર ખાતે “પ્લાસ્ટીક ફ્રી – ક્લીન ઈન્ડિયા” કાર્યક્રમ યોજાયો

0 113


તા. ૨૫/૧૦/૨૦૨૧ ના રોજ “પ્લાસ્ટીક ફ્રી – ક્લીન ઈન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત સરદારકૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના કેમ્પસ ખાતે એન.એસ.એસ. ના ૫૬૦ વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટીક કચરાનો નિકાલ કરીને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મહાવિદ્યાલયની હોસ્ટેલ પરિસરમાં એન.એસ.એસ. ના રિજિયોનલ ડાયરેક્ટર શ્રી ગિરધર ઉપાધ્યાયના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

હતું. તેમજ તેમણે વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઓછામાં ઓછો ઉપયોગ કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ગિરધર ઉપાધ્યાય, રિજિયોનલ ડાયરેક્ટર, એન.એસ.એસ., અમદાવાદ; શ્રી જે. આર. વડોદરિયા, કુલસચિવશ્રી, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર; ડૉ. એસ. આઈ. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર; ડૉ. કે. પી. ઠાકર, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર; ડૉ. એસ. ડી. સોલંકી, આચાર્યશ્રી, ચી.પ.કૃષિ મહાવિદ્યાલય, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર; અત્રેની યુનિવર્સિટીની તમામ મહાવિદ્યાલયોના આચાર્યશ્રીઓ; એન.એસ.એસ. ઓફીસરશ્રીઓ, અને એસ.આર.સી ચેરમેનશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.