Publisher Theme
I’m a gamer, always have been.

કન્યા છાત્રાલયની દીકરીઓની જરૂરિયાતો સત્વરે પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીની સૂચના

0 9

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આજના જન્મદિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ભગિની કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ સાણંદની ભગિની કન્યા છાત્રાલયની બાળાઓ વચ્ચે ઉપસ્થિત રહી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરી હતી.એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રીએ કન્યા છાત્રાલયની બાળાઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમણે કન્યા છાત્રાલયની દીકરીઓની જરૂરિયાતો વિશે જાણીને તેને સત્વરે પૂર્ણ કરવા માટે કહ્યું હતું. તેની સાથોસાથ અમિત શાહના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ દીકરીઓને ગણવેશ વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ અમદાવાદ જીલ્લા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા,ભગિની કન્યા છાત્રાલયના ભગિની કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ અને સાણંદ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.