નવાપુરા ગામ ખાતે રાષ્ટ્રીય એકતા રેલી આગમન લઈ કાર્યક્રમ યોજાય ગયો

આગામી ૩૧ ઓકટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ચાલુ વર્ષે કેવડીયા ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની ઉજવણી થવાની છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં દેશના ચાર ઝોનમાંથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા પશ્ચિમ ઝોનની રેલી કચ્છના લખપત ખાતેથી શરૂ થતા આજરોજ પ૦ થી વધુ બાઈક સાથેની રેલી ચાંગોદર પોલીસ સ્ટેશન હદના નવાપુરા રામદેવપીર મંદિર ખાતે આવી પહોંચેલ.જેમા એડીશનલ ડી.જી.પી.રાજુ ભાર્ગવ નાઓની વિશેષ ઉપસ્થિતીમા પોલીસ મહાનિરીક્ષકશ વી.ચંન્દ્રશેખર અમદાવાદ વિભાગ,અમદાવાદ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ,અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચનાથી તેમજ ડૉ.લવીના સીન્હા મદદનીશ પોલીસ અધિક્ષક વિરમગામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયા સાણંદ તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ મુખ્ય મથક અમદાવાદ ગ્રામ્ય નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.ડી. મંડોરા નાઓએ આ રેલીમાં જોડાનાર પોલીસ રાઈડરોના મનોબળ વધારવા માટે તેમજ સરદાર પટેલ સાહેબની રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત કરવા તેમજ એકતા રેલી વખતે રોડ ઉપર ટ્રાફીક જામ ન થાય તે સારૂ મેઇન હાઇવે રોડ ઉપર પોલીસ/જી.આર.ડી./ટી.આર.બી.ના જવાનો તૈનાત કરેલ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની પુરેપુરી તરેદારી રાખી એકતા રેલીનુ ભવ્ય સ્વાગત કરી રેલીને આગળ પ્રસ્થાન કરાવેલ જેમા સાણંદ તાલુકાના જુદાં-જુદાં અગ્રણીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.