Publisher Theme
I’m a gamer, always have been.

ભાભર ના ખારા ગામે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ યોજાઈ, બનાસ.ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ માં મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા

0 24

ભાભર ના ખારા ગામે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ યોજાઈ

બનાસ.ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ માં મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા

ભાભર તાલુકા ના ખારા ગામે આવેલ મહાકાળી માતાજી ના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ માં ભાભર તાલુકા ખારા ગામના લોકો મોટી સંખ્યા માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ભાભર તાલુકા ખારા ગામમાં આવેલ મહાકાળી માતાજી ના મંદિર ખાતે વિજય દશમી ના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમય ની ચુંટણી ને અનુલક્ષી ને એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર તાલુકા ના તેમજ ખારા ગામના લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિ મા મોટી સંખ્યા માં લોકો એ ભાજપ નો ખેશ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા આ મીટીંગ માં ભાભર તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મીટીંગ પુણ્ય થયા બાદ મહાકાળી માતાજી ના મંદિર ખાતે સૌ સાથે મળી ભોજન લીધુ હતું મીટીંગ હાજર લોકો દ્વારા એવું આહવાન પણ કરવામાં આવ્યું હતું કે આગામી સમય ની ચુંટણી પહેલા વધુ લોકો ને અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડીશુ

Leave A Reply

Your email address will not be published.