Publisher Theme
I’m a gamer, always have been.

કામધેનુ યુનિવર્સીટી, સરદારકૃષિનગર ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીકમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ક્લીનીક્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે દાંતીવાડા તાલુકાના અટાલ ગામ મુકામે તારીખ ૧૩/૧૦/૨૦૨૧ ના રોજ ઘેટા બકરામાં કૃમિનિવારણ તેમજ સારવાર કેમ્પ યોજાયો.

0 28

આ કેમ્પનું આયોજન વેટરનરી કોલેજના આચાર્ય શ્રી ડો. ડી.વી. જોષી સાહેબના માર્ગદર્શન તેમજ ક્લિનિક્સ વિભાગના વડા ડો. આર. એમ. પટેલના સંકલન હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં ડો.અંકિત પ્રજાપતિ (મેડીસીન), ડો. અભિનવ સુથાર (મેડીસીન), ડો.અતુલ પટેલ (સર્જરી), ડો.ભુપામની દાસ (કલીનીક વિભાગ) તેમજ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય અને પશુપાલન પોલીટેકનીકનાં વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. કેમ્પમાં કુલ ૧૧૦૭ ઘેટા બકરામાં કૃમિનિવારણ દવા પીવડાવામાં આવી હતી તેમજ ૨૦૦ જેટલા બીમાર ઘેટા બકરાની સારવાર કરવામાં આવેલ હતી.

રાષ્ટ્રીય સેવા યોજના (NSS), અંતર્ગત આ કેમ્પનું આયોજન વેટરનરી કોલેજના આચાર્ય શ્રી ડો. ડી.વી. જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ, ડો. હર્ષદ. એ. પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર, પશુપાલન પોલીટેકનીક તેમજ ડો. જે. ડી. ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર, વેટરનરી કોલેજ દ્વારા કરવામાં આવેલ હતું.

Leave A Reply

Your email address will not be published.