રાજુલા ટાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮ તથા વિક્રાંત મોટર સાયકલ મળી કુલ કિં.રૂ.૩૨,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.આર.એમ.ઝાલા સા.ની રાહબરી નીચે ASI હિમંતભાઇ એલ.રાઠોડ તથા HC ભરતભાઇ એમ.વાળા તથા રાજુલા પોલીસ ટીમે રાજુલા વાવેરા રોડ તરફ જવાના રફ રસ્તેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આરોપી:–
અકરમભાઇ કાસમભાઇ જાખરા રહે.રાજુલા બાવળીયાવાડી જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮ તથા વિક્રાંત મોટર સાયકલ મળી કુલ કિં.રૂ.૩૨,૪૦૦/-નો મુદ્દામાલ.
આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એમ.ઝાલા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.