શબ્દોની હરીફાઈ
ઓળખપત્ર નંબર-RK.SH.017
પ્રતિયોગિતા નંબર -૧૪૩૬
તારીખ : ૭-૧૦-૨૦૨૧
આજનો શબ્દ : નવરાત્રી
મૌલિક રચના~~
નવરાત્રી આવે ને ખેલૈયા
થનગને ગરબે રમવા કાજે,
આ સમય પગને બાંધી રાખતો;
હે …,મા વહારે આવ્યા ‘ને
આ અસુરને હણ્યો
જે અમને ગોંધી રાખતો……..!!!
મા આજેય અકબંધ છે
તારા બાળુડાની આસ્થા..!!
મનડું મુંઝાય મા કેમ
ખોરંભાઈ આ વ્યવસ્થા..!!
લઈ અવતાર, ત્રિશુલ
ઉપાડ્યું ને હણ્યો અસુરને
જે અમને નવરાત્રીમાં ગરબે
રમતાં રોકી રાખતો….!!
મહિષાસુર હણાયો, મા
ચંડ-મુંડ ને માર્યા ..હવે
આ દૈત્યને માર્યો
જે ગરબે ઘુમતા
જો ને મા રોકી રાખતો..!!
ચાચરના ચોકમાં આજ
સુના પડ્યા..તારા બાળકો
તને જોવા જો ચોધાર
આંસુએ રડ્યા…..!!!
ધાવો ધાવો માડી..
કોઈ દૈત્યની નથી
વિસાત કે તને રોકી રાખે…!!
ગઈ નવરાત્રીએ ગરબે
ના ઘૂમ્યા અમે કોરોના
દૈત્યને કારણે…. હવે
શાતા વળી કે ગરબે રમીશું,
અમે આ નવલી નવરાત્રી…
હૈયું હરખાય કે આવી નવરાત્રી.
નલિની પંડ્યા “નંદિની”