શબ્દ હરિફાઇ નં. ૧૪૩૬
ઓળપત્ર ક્રમાંક: R.K.S.H.0011
તા.૦૭-૧૦-૨૦૨૧
આજનો શબ્દ:- નવરાત્રી
પ્રકાર: પદ્ય(ગરબો)
ગરબે ઘૂમવુ છે….
વીતી ગઇ લાં..બી એક અમાસની રાત
ઊગ્યું નવલુ પ્રભાત, નોરતાની શરૂઆત..
કે ગરબે ઘૂમવુ છે….
લાંબી એક અમે લડાઇ લડીને અંતે;
કોરોનાને દીધી મ્હાત, રમશુ આખી રાત..
કે ગરબે ઘૂમવુ છે..
પાવાગઢથી મા મહાકાલી આવશે
સંગે રમશુ આખી રાત…
કે ગરબે ઘૂમવુ છે…
આરાસુરથી અંબેમા આવશે..
અસુરોની કરશે માડી ઘાત…
કે ગરબે ઘૂમવુ છે…
શંખલપૂરથી મા બહુચર આવશે…
બાળાવેશે મારી માત…
કે ગરબે ઘૂમવુ છે…
ખોડીયાર ધામેથી મા ખોડીયાર આવશે;
સાથે ભક્તોની જમાત …
કે ગરબે ઘૂમવુ છે. ..
ગરવી ગુજરાત હવે વિશ્વ ફલકે ચમકે;
‘આકા’ઓ દે છે દાદ…
કે ગરબે ઘૂમવુ છે…
-હર્ષદ રાવલ