સાવકી મા થી કંટાળીને કુવો પુરવાં જતી હતી, ત્યાં રેવા બા એ બાવડું ઝાલીને પકડી લીધી. રેવા બા, સવલીની તકલીફથી અજાણ ન હતાં.. પણ તેઓ માનતા કે દરેક તકલીફનો કોઈ ને કોઈ ઉપાય હોય જ છે. આવું હકારાત્મક વલણ રેવા બા ધરાવતાં હતાં.. રેવા બા, એક વિધવા હતાં. પતિ,સવલાને નાનો મુકી અને મૃત્યુ પામ્યાં હતાં.. પણ રેવા બા એકલે પંડે ખેતર અને સવલાને મોટો કરવાની જવાબદારી ખુબજ સરસ રીતે નિભાવી.. પોતે એક કર્મનિષ્ઠ નારી હતાં.. સવલો પણ થોડું ઘણું ભણીને એની મા સાથે ખેતરમાં કામે લાગી ગયો.. મા દીકરો મોજથી રહેતાં અને પ્રભુ ભક્તિ કરતાં હતાં.. સવલીને લઈને રેવા બા ઘરે આવ્યાં.. ખુબ મનોમંથન કરી સવલા સાથે વાત કરી અને સવલા અને સવલીનાં ઘડિયા લગ્ન લેવાયાં… સવલી રેવા બા નાં સ્વભાવથી અજાણ ન હતી.. રેવા બાનો પરગજું સ્વભાવથી તેઓ ગામમાં બધામાં પ્રિય અને પૂજનીય હતાં. સવલીને થયું “હાશ, હવે મારાં જીવનમાં સુખનો આરો આવશે.. “કારણ સવલીને પણ સાવ નાની મુકીને એની મા ગામતરે જતી રહી.. એનાં બાપા એ સવલીને સંભાળવા જ બીજા લગ્ન કર્યા હતાં.. પણ સાવકી મા બહુ આકરી હતી.. સવલીને બહુ કામ કરાવતી, ખાવાં પણ પૂરતું ન આપતી અને એને મારઝૂડ કરતી.. સવલાનાં બાપાનું પણ કંઈ ચાલતું નહીં.. આમને આમ સવલી મોટી થઈ ગઈ.. પણ આજે એની સાવકી મા એ કોઈ બીજ્વર સાથે પરણાવાની વાત કરતાં તે કુવો પુરવાં નીકળી.. રેવા બા એ એને બચાવી અને વહુ પણ બનાવી.. સવલી ખુબ ખુશ હતી.. રાત થતાં તે ધીમે પગલે એની રૂમ તરફ ગઈ.. હજી તો ઢોલિયા પર બેસીને સવલા સાથે પ્રિત ભરી નજરું ચાર થઈ, ત્યાં જ એક કાળોતરો આવીને સવલાને પગે ડંશ દઈને નીકળી ગયો… સવલાનું આખું શરીર ભૂરું પડવા લાગ્યું અને મોઢામાંથી ફીણ નીકળી ગયાં. અને સવલાએ સવલીનાં ખોળામાં ઢળી પડ્યો.. સવલીનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.. સાંભળીને રેવા બા આવ્યાં, દિકરાને લગ્નની સેજ પર મરણ પામેલો જોઈ રેવા બા નો આધારસ્તંભ જતો રહ્યો એ કારમો આઘાત ન સહેવાતા તેમને હૃદયરોગનો એટેક આવતાં તે પણ ઢળી પડ્યાં… સવલી, શું કરે??? એના માટે તો બિચારીને લગ્ન શૈયા..એ મરણ શૈયા બની ગઈ.. કહેવત છે ને કે *બાળોતિયાંના બળેલા ક્યાંય સુખ ન પામે* એ પોતાની જાતને અભાગણી માનવા લાગી અને પોતે કુવો પૂર્યો… બીજે દિવસે એક ઘરમાંથી 3 મૃતદેહ નીકળતા.. આ ઘટનાએ આખા ગામમાં અરેરાટી ફેલાવી દીધી અને આ ઘટનાએ આખા ગામની આંખોને રડાવી દીધી
,✍️✍️✍️✍️✍️✍️
નીતા જાટકિય
