
સુમિત ઓફીસથી આવ્યો અને હજુ ટિફિન પણ નહોતું મૂક્યું ને કમળાબેન એ બોલવાનું ચાલુ કર્યું, સુમિત તું ઘરમાં રહે છે કે બહાર? ઘરમાં તારું બિલકુલ ધ્યાન નથી, મારે આ ઉંમરે વહુનું કેટલું સાંભળવું પડે છે તું કંઈક બોલ બેટા. સુમિતે ઊંડો શ્વાસ લઈ કીધું મા તું બહુ નસીબદાર છે કે તું હજુ આ ઘરમા છે, તારી સેવા ચાકરી બોલતા બાઝતા એ સેજલ કરે છે, અને તારો રુઆબ એ સહન કરે છે, પછી ના સહન થતા કંઈક બોલી જાય છે.. બાકી મે બા (કમળાબેનના સાસુ )ને ભૂખ્યા રહેતા એ જોયા છે, રઝળતા એ જોયા છે, અને ઘરે ઘરે ફરતા એ જોયા છે, એટલી વારમા સુમિતનો દીકરો દોડતો દોડતો આવીને કમળા બા ને નિર્દોષ ભાવે કહેવાય લાગ્યો હા.. બા મારા ટીચર પણ કહેતા હતા “વાવો તેવું લણો”..
સુમિત અને કમળાબેન ની સામે મૌન સિવાય કઈ જ નહોતું..
સારાંશ :(જવાની મા ફૂલ વાવ્યા હોય તો સુગઁધ મળે અને બાવળ વાવ્યા હોય તો કાંટા)
સુચિતા ભટ્ટ
“કલ્પનાના સુર”