Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠામાં એસઓજીએ 26 લાખના ડ્રગ્સ સાથે 2 લોકોને ઝડપ્યા

0 7

પાલનપુરમાંથી SOGએ 26 લાખના 260 ગ્રામ જેટલાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ વિરૂદ્ધ SOG એ NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ સ્થળોથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. જેમાં બનાસકાંઠા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મોટી સફળતા મળી છે. SOGએ પાલનપુરમાંથી 26 લાખના 260 ગ્રામ જેટલાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ વિરૂદ્ધ SOG એ NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત 21 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના મોઢેશ્વરી સોસાયટીના રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ(Drugs)ઝડપાયું હતું. આ મકાનમાંથી ડીસા પોલીસે 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્નેક ડ્રગ્સ અને 8 ગ્રામ મેફેડ્રોલ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.