તાજેતરમાં દાંતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવ નિયુક્ત પ્રમુખશ્રી સંજયભાઈ દવે ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી,જેમાં અનેકવિધ શૈક્ષણિક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, સૌપ્રથમ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યાર બાદ શાંતિ મંત્ર અને સમુહ પ્રાર્થના કરવામાં આવી. દાંતા ઘટક સંઘના પ્રમુખશ્રી ભરતસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. દાંતા ઘટક સંઘના મંત્રી શ્રી સરદારભાઈ રાણા દ્વારા ગત સભાનું પ્રોસેડિંગ વંચાણે લેવામાં આવ્યું જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી, આ પ્રસંગે મહામંત્રી શ્રી પ્રાગજીભાઈ પટેલ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું જેમાં શિક્ષકોના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી. ૨૦૧૦ પછીની ભરતીવાળા શિક્ષકોનો સર્વિસબુક કેમ્પ કરવાની ખાતરી આપી. એનપીએસ અંગે રાજ્ય સંઘના આદેશ મુજબ લડત આપવા આહવાન કરવામાં આવ્યુ . પ્રમુખ શ્રી સંજયભાઈ દવે એ અઘ્યક્ષ સ્થાને થી પોતાની આગવી, અસરકારક અને હૃદયસ્પર્શી વક્તવ્ય શૈલી માં શિક્ષક સમુદાય ને સ્પર્શતી તમામ બાબતો ને વણી લઈ પ્રાસંગિક ઉદબોધન કર્યું. જેમાં પ્રાથમિક શિક્ષક એ શિક્ષક સંઘ નો પાયાનો સૈનિક છે ,રાજ્ય પ્રાથમિક શિક્ષક રાજ્યનું સૌથી મોટું સંગઠન છે જે હંમેશા શિક્ષકો ના હિત માટે કટીબદ્ધ છે, રાજ્ય સંઘ દ્વારા શિક્ષકોના સળગતા પ્રશ્નો સળંગ નોકરી, 4200 ગ્રેડ પે, CCC મુદતમાં વધારો વગેરેએ નો સુખદ ઉકેલ આવ્યો છે ,શિક્ષક જ્યોત લવાજમ શિક્ષક દીઠ ભરી સંઘ ની કામગીરી થી વાકેફ રહેવું. તેમજ સોશિયલ મીડિયાને કારણે હાલ ની કામગીરી નો પ્રચાર પ્રસાર ઝડપથી થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.અને જિલ્લા સંઘ સદાય શિક્ષકો ના પડખે રહી કામગીરી કરતો રહેશે તેવી ખાતરી માં અંબા ના ધામમાં આપી, તેમજ સુંદર કાર્યક્રમ આયોજિત કરવા બદલ દાંતા તાલુકા સંધ ની ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ માં જિલ્લા સંઘ ના કોષાધ્યક્ષ શ્રી મહિપાલસિંહ દેવડા તેમજ અન્ય સંગઠન ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આભારવિધિ ખજાનચી શ્રી દિનેશસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી.અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સી.આર.સી.શ્રી રસિકભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું.