અલ્પેશ શ્રીમાળી પાટણ
વિશ્વગ્રામ NGOના 48 વોલન્ટિયર જમ્મુ અને કાશ્મીરથી 24 દિવસ કાર્ય કરી પરત ફર્યા
પાટણના સબોસણ ગામના હાર્દિક પ્રજાપતિની થઈ હતી પસંદગી
મહેસાણા જિલ્લાના બાસણા ખાતે આવેલ વિશ્વગ્રામ વોલન્ટિયર ગ્રુપ NGOના સંચાલક સંજય- તુલાના માર્ગદર્શન હેઠળ 48 વોલન્ટિયર્સ તારીખ 12 મે થી 5 જૂન 2024 કુલ 24 દિવસ માટે ગયા હતા, જેમાં પાટણ જિલ્લાના સબોસણ ગામના હાર્દિક પ્રજાપતિની પણ પસંદગી થઈ હતી. આ ગ્રુપમાં ગુજરાત સિવાય છત્તીસગઢ, તામિલનાડુ, કર્ણાટક રાજ્યના પણ વોલન્ટિયર જોડાયા હતા.

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાની કુલ 125 થી પણ વધારે સરકારી શાળાઓ અને કોલેજોમાં જઈને ત્યાંના બાળકો અને શિક્ષકો સાથે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ફિલ્મ મેકિંગ વર્કશોપ, માઈન્ડ ગેમ, શિક્ષકસજ્જતા વર્કશોપ, વિવિધ રમતો રમાડી હતી.
વિશ્વગ્રામનો મૂળ ઉદ્દેશ્ય તો નેહ કાશ્મીરી નેહ કાશ્મીરનો છે, આ બધી પ્રવૃત્તિઓના માધ્યમથી જમ્મુ અને કાશ્મીરની રીતિ, સંસ્કૃતિ, વિચારો, ભાઈચારો, પ્રેમ, કરુણા વગેરે બાબતોને ગુજરાત સાથે આદાનપ્રદાન કરવાનો છે.