Publisher Theme
I’m a gamer, always have been.

બેફામ બનેલા ડ્રાઈવરો વિરૂદ્ધ ક્યારે લેવાશે પગલાં ?

0 73

દિપક તિવારી પાવાગઢ પંચમહાલ

એસટી બસના ચાલકો બન્યા બેફામ! પાવાગઢમાં એસટી બસ ડ્રાઈવરે મહિલાને લીધા અડફેટે

અનેક વખત એવું કહેતા હોઈએ છીએ કે વાહનચાલકો બેફામ બની ગયા છે. વાહનચાલકો રસ્તાને પોતાના બાપનો સમજે છે. બાપના બગીચામાં ફરતી હોય તેવી રીતે ગાડીઓને ચલાવે છે વગેરે વગેરે…ખાનગી બસના ચાલકો વિશે તો અનેક વખત વાત કરી પરંતુ હવે તો એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બની ગયા છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલે પણ એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર એક મહિલાનું મોત થયું હતુ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ એસટી ડેપોમાં વારંવાર બનતી ઘટના રાવળ પરિવાર મહેસાણા મહાદેવપુરા ગામેથી માતાજીના દર્શન કરવા ટ્રાવેલ્સમાં આવ્યા હતા જો વાહન પાવાગઢ ડેપો ની બાજુમાં આવેલું પાર્કિંગમાં મૂકી માતાજીના દર્શન કરવા માચી ખાતે જવા માટે એસટી ડેપો ખાતે આવી એસટી બસમાં દેશી માતાજીના દર્શન કરવા જતા દરમિયાન એક એસટી બસના ચાલકે એસટી બસ પૂર ઝડપે અને ગલફત ભરી રીતે હંકારી એસટી બસને એકદમ ટર્ન મારી દેતા રમીલાબેન સંજયભાઈ રાવળ ઉં. વ.32 નાઓને અડફેટમાં લેતા રમીલાબેન જમીન ઉપર પટકાતા રમીલાબેન ને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી બનાવના પગલે એસટી બસનો ચાલક અકસ્માત સર્જી બસ મૂકી ભાગી છૂટ્યો હતો. દર્શન કરવા આવેલા માતાજીના ભક્તો દ્વારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતાં ઈજાગ્રસ્ત મહિલા ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જા ફરજ પરના તબીબે રમીલાબેનને મૂર્ત જાહેર કર્યા હતા . બનાવ અંગેની જાન પાવાગઢ પોલીસને થતા હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ એસટી બસના ચાલક સામે અકસ્માતનો ગુનો નોધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Leave A Reply

Your email address will not be published.