Publisher Theme
I’m a gamer, always have been.

ગાંધીનગરના સેક્ટર 26 માં આવેલી જીઆઇડીસીમાં અમુલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

0 30

વિજય ઠક્કર ગાંધીનગર

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેક્ટર 26 માં આવેલ જીઆઇડીસીમાં અમૂલ બ્રાન્ડ તથા અન્ય વિવિધ બ્રાન્ડ ના ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જીઆઇડીસી માં આવેલ પાયલ ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં બનાવટી ઘી બનાવવાની કામગીરી કેટલાય વખતથી ચાલી રહી હોવાની, બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળેલ હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ રેડ પાડતા, કે અડસઠ હજારના મુદ્દામાલ સાથે કપિલ વિક્રમભાઈ મહેશ્વરી નામના રાંધેજાના એક ઈસમની ધરપકડ કરવામાં આવેલ હતી.

ક્રાઈમ બ્રાન્ચને સ્થળ પર બનાવટી અમુલ ઘી ના પાઉચ અને ડબ્બા મળી આવ્યા હતા. તેમજ અન્ય બ્રાન્ડના પણ બનાવટી ઘી ના ડબ્બા મળી આવેલ હતા. ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે અમુલ ફેડરેશન તથા ફૂડ વિભાગને જાણ કરવામાં આવેલ હતી. ફેક્ટરી ખાતેથી મળેલ બનાવટી ઘી ના સેમ્પલો કબજે કરી, ફેક્ટરીનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.