Publisher Theme
I’m a gamer, always have been.

ટીમ્બા ગામના ચૌહાણ રાજયવર્ધનસિહ કાળુસિહ આર્મી ની ટ્રેનિંગ પુરી કરી ને આજરોજ પાછા ફરતા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામા આવ્યું

0 69

ભુપતસિહ ચૌહાણ સતલાસણા

આજરોજ ટીમ્બા ગામના ચૌહાણ રાજયવર્ધનસિહ કાળુસિહ કે જેઓ આજથી છ મહીના પહેલા આર્મી અગ્નિવિર મા ટ્રેનિંગ માટે ગયા હતા જેઓ આજરોજ પાછા ફરતા સતલાસણા પ્રુથ્વિરાજસિહ ચૌહાણ ચોક થી ડીજે ના તાલ મા દેશભકિત ના ગીતો સાથે અસંખ્ય યુવાનો બાઈક સાથે રેલી સ્વરુપે ગામમા સ્વાગત કરવામા આવ્યુ હતુ જાગીરદાર પેલેસ આગળ તેમના માતાપિતા ને સેલ્યુટ સાથે માથે કેપ પહેરાવી હતી ત્યારે તેમના પિતાજી કાળુસિહ કે જેઓ હાલ એસ.ટી ડ્રાઇવર મા ફરજ બજાવે છે તેઓ ના આંખો મા હર્ષ ના આંસુ છલકાયા હતા ગામમાંથી ખુબ મોટી સંખ્યા મા ભાઈઓ બહેનો માતાઓ. દીકરીઓ હાજર રહી ને રાજયવર્ધનસિહ નુ સ્વાગત કર્યુ હતુ .તેમના પિતા કાળુસિહ નુ પણ સપનુ આર્મી મા જવાનુ હતુ પરંતુ નસીબ મા ન હોઈ આજે તેમનો દીકરો ટ્રેનિંગ પુરી કરી તેમના પિતાજી નુ સપનુ પુર્ણ કર્યુ હતુ .આજરોજ ટીમ્બા ગામમા બે યુવાનો ટ્રેનિંગ પુર્ણ કરી પાછા ફરતા ટીમ્બા ગામ દેશભકિત ના ગીતો મા રંગાઈ ગયુ હતુ.બીજા યુવાનો ને પ્રોત્સાહન મળે તે માટે હાજર સૌ યુવાનો એ મિડીયા દ્વારા સરકાર શ્રી ને વિનંતિ કરી હતી જલ્દી થી એક મેદાન ફાળવવામા આવે જેથી કરી યુવાનો તાલીમ મેળવી શકે અને જો મેદાન ફાળવવા મા આવે તો જીલ્લા મા સૌથી વધુ સૈનિક ટીમ્બા ગામના હશે એમા કોઈ નવાઈ નહી રહે

Leave A Reply

Your email address will not be published.