દીપક તિવારી પંચમહાલ
૧૮-પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે 5,09,342 મતોની જંગી લીડ સાથે મેળવી પ્રચંડ જીત, .
સમગ્ર દેશભરમાં લોકસભા ૨૦૨૪ ચૂંટણીના મહાજંગ ના આજે પરિણામો જાહેર થયા છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો ધ્વજ લહેરાવી ૨૬ માંથી ૨૫ લોકસભા બેઠકો પર પ્રચંડ જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે ગુજરાત ખાતે એક બેઠક મેળવી ખાતું ખોલવામાં સફળતા મેળવી જેમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકીની પંચમહાલ લોકસભા બેઠક પર સૌ પ્રથમ વાર લોકસભાની ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણને કારમી પછડાટ આપી ૫,૦૯,૩૪૨ જેટલા મતોની ભારે લીડથી લોકસભાની ચૂંટણી જીતી લીધી છે જેમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ૭,૯૪,૫૭૯ મત મેળવ્યા છે જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને કુલ મતોમાંથી ૨,૮૫,૨૩૭ મતો મળ્યા છે જેમાં પંચમહાલ લોકસભાની આ ૭ બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મત અને કેટલી લીડ મેળવી તેની સંપૂર્ણ ગણતરી કરેલ છે જેમાં પોસ્ટલ બેલેટ મતનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે