Publisher Theme
I’m a gamer, always have been.

બાયડ ના ચોઇલા ગામે પ્રમાણિકતાનો કીસ્સો આવ્યો સામે

0 303

દિનેશ પટેલ અરવલ્લી

અરવલ્લીના બાયડ તાલુકાના દહેગામ બાયડ વચ્ચે હાઇવે પર ચોઈલા ગામે રોકડા રૂપિયા અને ઘરેણા ભરેલું પર્સ મળી આવતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. ઝાલા ગનીભાઈ ધનાભાઈના જણાવ્યા અનુસાર પટેલના મુવાડા ના વશિષ્ઠભાઈ રાજુભાઈ પટેલ મહિલા સાથે પોતાની માલિકીની બાઈક ઉપર રોકડા રૂપિયા અને ઘરેણા ની કુલ કિંમત ₹ 2,00,000 જેટલી થાય છે તે લઈને દહેગામ બાજુ જઈ રહ્યા હતા ત્યારે ચોઇલા અને બાયડ ના વચ્ચે નાયરા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ માટે ગયેલ જ્યાં બાઈક ઉપર બેઠેલી મહિલાએ પોતાની પાસે રાખેલ થેલામાંથી રૂપિયા અને ઘરેણાનું ભરેલું પર્સ બહાર કાઢેલ અને ત્યારબાદ પરત થેલામાં મૂકવાની બદલે થેલા ઉપર જ મૂકી દેતા આગળ જતા ચોઈલા સ્ટેશન ઉપર બમ્પના કારણે બાઈક જમ્પ કરતા થેલા પર રાખેલ પર્સ નીચે પડી ગયેલ જે ચોઈલાના રહેવાસી ઝાલા પ્રતાપભાઈ બુધાભાઈ ની નજરે પડતા તેઓએ પર્સ ઉઠાવી લીધેલ પર્સની અંદર જોતા રોકડા રૂપિયા અને ઘરેણા હોઈ તુરંત પર્સ પોતાની પાસે રાખી દીધેલ અને ત્યાં જ બેસી રહ્યા હતા આગળ જતા મહિલાને થેલા પર મુકેલા પર્સ બાબતે ભાન થતા થેલા પર જોયેલ પણ પર્સ નજરે ન પડતા પટેલ વશિષ્ઠ ને જાણ કરેલ કે પર્સ પડી ગયું છે જેથી વશિષ્ઠ પટેલે બાઈક પાછીવાળી હતી અને ચોઇલા સ્ટેન્ડ ઉપર પૂછતાસ કરતા પ્રતાપભાઈએ પોતાની પાસે રાખેલું અને પર્સ તેમને પરત કરેલ અને પોતાની પ્રમાણિકતાનું પ્રમાણ આપ્યું હતું જેથી વશિષ્ઠ પટેલે ગદગદ થઈ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને નજરે જોનાર લોકોએ પણ પ્રતાપભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ આપ્યા હતા

Leave A Reply

Your email address will not be published.