વ્યારા નગર ના આંગણે વર્ષો ની તપસ્યા બાદ સોના નો સુરજ ઉગશે આગામી છઠ્ઠી જૂન ઐતિહાસિક શિવરાજ્યાભિષેક ના દિવસે વ્યારા નગરના હિન્દુઓનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થશે.
મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી
શ્રીમંત યોગી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વરૂઢ ભવ્ય પ્રતિમાનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે અનાવરણ થશે.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગરમાં વર્ષોથી હિન્દુ સમાજની માંગ હતી કે નગરમાં હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમાં સ્થાપિત કરવામાં આવે તે સ્વપ્ન હવે તારીખ 6 જૂન ના ઐતિહાસિક શિવરાજ્યાભિષેક ના રોજ પૂર્ણ થશે નવસારીનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનાં હસ્તે નગરના “શિવ તીર્થ” શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કાર્યકમ યોજાશે.

વ્યારા નગરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાં નું અનાવરણ ને લઈને શ્રી છત્રપતિ શિવાજી જયંતી મહોત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ( 6 જૂન ) છઠ્ઠી જૂન ના રોજ નગરના શ્રી રામ તળાવ ખાતે આવેલ શ્રી દત્તકૃપા સોસાયટી ખાતે થી બપોરે 03:00 કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી ને જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પુર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાશે જ્યાં લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલજીનાં વરદ હસ્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેશ આ પ્રસંગે ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ જોડે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રાજ્યના મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહશે.
હા અદભુત પ્રસંગ ને નિહાળવા અને અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવા શ્રી છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરની તમામ હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓને પધારવા હાર્દિક આમંત્રણ આપે છે.