ઉનારુ બાજરીનું રજીસ્ટ્રેશન ની તારીખ લેટ જાહેર કરતા 23-24 ના પાણી પત્રકને લઈને 40% ખેડૂતોના રજીસ્ટ્રેશન રિજેક્ટ કરાયા.
દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
ઉનારુ બાજરીની ટેકાના ભાવે ખરીદી ચાલુ થતા ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ પરંતુ તમામ જગ્યાએ તલાટી કમ મંત્રી દ્વારા 23 -24 નું પાણી પત્રક કરી આપતા 40% ખેડૂતોના રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યા છે આ બાબતે અરવલ્લી જિલ્લા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને અરવલ્લી જિલ્લા સદસ્ય રમેશભાઈ પટેલે એસ.ડી.ઓને ટેલીફોનિક રજૂઆત કરતા આ બાબતે અધિકારી શ્રી એ જણાવેલ છે કે તમામ ડોક્યુમેન્ટ સિવાય ફક્ત પાણી પત્રક 24- 25 નું તલાટી કમ મંત્રી જોડે કરાવી તાલુકાના સેન્ટર પર આપી દેવું. પરંતુ આ બાબતે તલાટી શ્રીઓ તરફથી મેસેજ મળ્યા છે કે 24 -25 નું નવું પાણી પત્રક તારીખ 1/ 8/2024 થી કરી શકાય જેથી અમારા દ્વારા તેમાં સુધારો ના થઈ શકે હવે આ બાબતે ખેડૂતોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવી પડશે તેવી નોબત આવી છે હાલ બાજરી નો ચોમાસાના કારણે સંગ્રહ કરી શકાય ન હોઈ ખેડૂતોની મુશ્કેલી વધી જવા પામી છે