Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના બે મિત્રોને મંડાર નજીક વાહને ટક્કર મારતાં મોત નીપજ્યાં

0 275

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના બે અલગ-અલગ ગામોના પરિણીત મિત્રોને રાજસ્થાનનાં મંડાર-રેવદર હાઇવે રોડ પર બુધવારે અજાણ્યા વાહને ટક્કર મારતાં બન્ને મિત્રો રોડ ઉપર પટકાતાં માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યાં હતા.આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં શોક છવાયો હતો. અકસ્માતની ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ ધાનેરા તાલુકાના રૂણી ગામના નટવરભાઈ ગૌસ્વામી તેમજ ખીંમત ગામના હિરુભા સોલંકી બુધવારે બાઇક પર રાજસ્થાન તરફ કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવી પરત ઘર તરફ આવતા હતા ત્યારે રાજસ્થાનનાં મંડારથી રેવદર જતા હાઇવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બન્ને મિત્રો રોડ પર પટકાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઇજા થતાં બન્નેના મોત નિપજ્યા હતા.આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજીબાજુ બન્ને મિત્રોના મોત થતાં પરિવારમાં ભારે આઘાત સાથે શોક છવાયો હતો.રૂણી ગામના નટવરભાઈ ગૌસ્વામી મજૂરી કરતા હતા જેઓને ચાર વર્ષનો દીકરો અને બે વર્ષની દીકરી છે. આમ આ બન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

Leave A Reply

Your email address will not be published.