Publisher Theme
I’m a gamer, always have been.

સુરત અને અહમદાબાદ થી ધાનેરાની ડેઇલી ટ્રેન તાત્કાલિક ચાલ કરવામાં આવે

0 51

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

સુરતમાં ખુબજ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના લોકો રહે છે. આજે ડીસા ધાનેરા જવું હોય તો 600 અને વાવ થરાદ જવું હોય તો લક્ઝરી બસમાં ઓછામાં ઓછું ભાડું 800 રૂપિયા છે, અને સીઝનમાં પંદરસો રૂપિયા હોય છે. જો સુરતથી ધાનેરા સુધીની રોજની ટ્રેન ચાલુ થાય તો મુસાફરોના કરોડો રૂપિયા બચે, અને રેલવે તંત્રને આવક થાય‌. આ ટ્રેન દ્વારા મહેસાણા, પાલનપુર, પાટણ, રાધનપુર, ભાભર, દીયોદર, ભીલડી, ડીસા જે એકઝેસ થાય તે સ્ટેશન આવરી લઇને ધાનેરા સુધી જાય તો મહેસાણા અને બનાસકાંઠા બંને જિલ્લાને ખૂબ સારું પડે. ધાનેરાથી સાંચોર ભીનમાલ અને રાનીવાડા પણ નજીક હોવાથી રાજસ્થાનના મુસાફરો પણ આમાં જોડાઈ જાય. આજ સુધી ઉત્તર ગુજરાત થી પસાર થતી જેટલી ટ્રેનનો છે તે બધી રાજસ્થાન જતી હોવાથી તેમાં કાયમ વેઇટીગ હોય છે, માટે આ ટ્રેન ફક્ત ઉત્તર ગુજરાત પૂરતી ચાલુ કરાય. જો સ્લીપર ટ્રેન ચાલુ ન કરવી હોય તો વડનગર વલસાડ જેવી ટ્રેન પણ ચાલુ કરાય તો ભાજપ સરકારનો ઉપકાર ઉત્તર ગુજરાતના લોકો ક્યારેય નહીં ભુલે. આ ટ્રેન સુરત થી રાત્રે 9 થી 11 વાગે ઉપડીને ધાનેરા સવારે 6:00 વાગ્યે પહોંચે તેવો ટાઈમ રાખવામાં આવે તો એક પણ દિવસ એવો ન જાય કે ટ્રેન ખાલી જાય! રીટર્ન માં ધાનેરાથી સાંજે 6 થી 9 માં ઉપાડી શકાય. પ્રાયોગિક ધોરણે પણ આ ટ્રેનનું આયોજન કરવા જેવું છે. જો તમે ઉત્તર ગુજરાતના છો અને આ વાતમાં સંમંત છો તો આ મેસેજ ઉત્તર ગુજરાતના તમામ ગ્રુપોમાં ફોરવર્ડ કરશોજી.

Leave A Reply

Your email address will not be published.